ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ ટ્વિન્સન બાળકોને જન્મ આપ્યો

TV actress Shraddha Arya gives birth to twin babies

Entertainment: પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને ‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રદ્ધા આર્યાએ ચાહકો સાથે આનંદભરી ખબર શેર કરી છે. શ્રદ્ધા માતા બની ગઈ છે, અને તેના ઘરમાં બાલકમય આંદોલન શરૂ થયું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા, તેણે માતૃત્વની ખુશી ચાહકો સુધી પહોંચાડી છે. શ્રદ્ધાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

29 નવેમ્બરના રોજ શ્રદ્ધાએ ટ્વિન્સને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વિડિયોમાં, શ્રદ્ધા બંને બાળકોને ખોળામાં લઈને બેસેલી જોવા મળી રહી છે. વિડિયોમાં તેના હોસ્પિટલ રૂમની અંદર છોકરી અને છોકરાના બલૂન લાગેલા નજરે પડતાં ખુશીના માહોલને ઉજાગર કરે છે.

શ્રદ્ધા આર્યએ પોતાના શો કુંડલી ભાગ્યમાં પ્રીતાના પાત્રથી વિશેષ લોકપ્રિયતા મેળવી. પ્રીતાનું પાત્ર ભજવીને શ્રદ્ધા ઘર-ઘરમાં જાણીતી બની. શ્રદ્ધાની પર્સનલ લાઈફની વાત કરીએ તો, નવેમ્બર 2021માં તે ઈન્ડિયન નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્નબધ્ધ થઈ. તેમની લગ્ન સમારંભમાં માત્ર નજીકના લોકો જ હાજર હતા. શ્રદ્ધા અને રાહુલે આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રેગનન્સીની ઘોષણા કરી હતી.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01