Banaskantha: ગતરોજ થરાદ ખાતે GCRT ગાંધીનગર દ્વારા સ્વચ્છ આદત સ્વચ્છ ભારત પ્રોગ્રામ અંતર્ગત ફિલ્ડ વર્કરોની નિમણૂક કરવા માટે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ લાખણી દિયોદર ભાભર સુઈગામ તાલુકાના 200 જેટલા બેરોજગાર ઉમેદવારો એકત્ર થયા હતા, આ પ્રોગ્રામનુ કોઓર્ડીનેશન કરતા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા સુંદર રીતે આયોજન કરી બહુ તટસ્થ રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યુ હતું.
Thank you for reading this post, don't forget to subscribe!સૌપ્રથમ તાલુકા વાઇઝ કાર્યક્રમનું અલગ રજીસ્ટ્રેશન કરી બપોરના 12:00 વાગ્યાથી ઇન્ટરવ્યૂ ચાલુ કરવામાં આવેલ તમામ પ્રક્રિયા સીસીટીવી કેમેરાની સામે ચોકસાઈપૂર્વક લેવામાં આવી હતી, સ્વચ્છ આદત સ્વચ્છ ભારત પાયલોટ પ્રોજેક્ટ હોઈ જો વ્યવસ્થિત કામ કરવામાં આવશે તો આ પ્રોજેક્ટ લોંગ સમય માટે લંબાવી શકાય તેમ છે.
આ વિસ્તારના ઉતસાહિત ભાઈ બહેનો આ પ્રોગ્રામમાં કામ કરવા ઉતસૂક છે તેઓ માહોલ ઇન્ટરવ્યૂના સ્થળ ઉપર જોવા મળતો હતો, ભાભર તાલુકાની 112 સ્કૂલો , દિયોદર તાલુકાની 161 સ્કૂલો કાંકરેજ તાલુકાની 260 સ્કૂલ લાખણી તાલુકાની 175 સ્કૂલ સુઈગામ તાલુકાની 66 સ્કૂલ થરાદ તાલુકાની એક 269 સ્કૂલ અને વાવ તાલુકાની 127 સ્કૂલ આમ 1,13,039 વિદ્યાર્થીઓ સાથે પસંદ કરાયેલા કાર્યકરો સ્વચ્છ આદત અને સ્વચ્છ ભારત પ્રોગ્રામ અંતર્ગત બાળકોમાં હાથ ધોવા, સ્વચ્છ પાણી પીવુ, સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવો અને પૌષ્ટિક ભોજન લેવા સંબંધી 24 દિવસ સુધી વર્ગ શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવશે.
તાલીમ માટે સંસ્થા દ્વારા 54 ફિલ્ડ વર્કરોની નિમણૂક આજ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવેલ છે તેમજ ટૂંક સમયમાં આ પસંદ થયેલા કાર્યક્રમને બે દિવસની ડિસ્પ્લે તાલીમ આપી ફરજ પર હાજર કરવામાં આવશે, હિન્દુસ્તાન યુનિવર્સ લિમિટેડ કંપની અને જીસરાખશેૠ ગાંધીનગર દ્વારા ચાલતા પ્રોજેક્ટનું કોર્ડીનેશન કરતી તરુણા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ થરાદ દ્વારા કાર્યક્રમને ચલાવવામાં આવશે સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રવિણ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટ નિકિતા ગૌસ્વામી, કુસુમબેન તેમજ અનિતાબેન પરમાર તેમજ સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે સતત મોનેટરીંગ અને કોર્ડીનેશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ ઉપર સંસ્થાના ઉત્સાહી કાર્યક્રરો દેખરેખ રાખશે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ