Education: સમાજ કે રાષ્ટ્રની સમસ્યાઓના સમાધાન માટે રચનાત્મક અભિગમ કેળવી આજના યુવાનો આગળ આવે છે. મધીશ પરીખ Tedx સ્પીકર અને પ્રેસિડેન્ટ-એલીક્ષિર ફાઉન્ડર ફાઉન્ડેશન.
Thank you for reading this post, don't forget to subscribe!સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયની 15 કોલેજના યુવાનો માટે સર્વ નેતૃત્વ 97મી શિબિરમાં ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડથી સન્માનિત મધિશ પરીખ ઉપસ્થિત રહી “રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા” વિષય પર પ્રેરણાત્મક સંવાદનું આયોજન કરાયું હતું.
યુવાનો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પોતાની જાત પર વિશ્વાસ રાખી, સતત વ્યક્તિત્વને સુધારવાની પ્રક્રિયામાં જોડાયેલા રહેવું જોઈએ. પોતાની જાતને અન્ય લોકોની સાથે ક્યારેય તુલના ન કરવી જોઈએ. તકની રાહ જોયા વગર તક ઊભી કરવા માટે આજનો યુવાન સક્ષમ છે એ તાકાત ઓળખી આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં તમને જીવનમાં પરિણામલક્ષી કામગીરી માટે લક્ષ નિર્ધારિત કરી, તેની સ્પષ્ટતા કેળવી, તેની પ્રાપ્તિ માટે સુયોગ્ય આયોજન અને સતત શ્રેષ્ઠ આપવા માટે તૈયાર રહેવની સલાહ આપી હતી સાથે સમાજ કે રાષ્ટ્રની સમસ્યાઓના સમાધાન માટે યુવાનોએ પહેલ કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમનું આયોજન અને સંકલન સર્વ વિદ્યાલય વતી ડો. ધર્મેન્દ્ર પટેલ અને રાહુલભાઈ સુખડિયા દ્વારા સર્વ વિદ્યાલય કડી કેમ્પસ ખાતે કરાયું હતું.
બ્યુરો રિપોર્ટ : મહેસાણા