Surat: સુરતના સચિન પાલી ગામમાં શ્રમિક પરિવારની ત્રણ બાળકી શુક્રવારે આઇસક્રીમ ખાઇને તાપણું કરતાં તબિયત બગડતા મૃત્યુ પામ્યાં. આ ઘટના બાદ આરોગ્ય વિભાગમાં ભારે ખલભળાટ મચી ગયો છે. ત્રણેય બાળકીનાં મોત આઈસક્રીમ ખાધા પછી અથવા તાપણાં દરમિયાન ઝેરી ધુમાડાથી થયા હોવાનું શંકાય છે. પીએમ રિપોર્ટ પછીનાં ચોક્કસ કારણનો ખુલાસો થવાની આશા છે.
Thank you for reading this post, don't forget to subscribe!સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું, જેના પછી તેમની તબિયત બગડી હતી અને તેમનાં મોત થયાં. તપાસ દરમિયાન આઈસક્રીમ ખાવાથી કે તાપણાનો ઝેરી ધુમાડો લાગતાં થયા તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, અને પીએમ રિપોર્ટમાં તેની ચોક્કસ સચ્ચાઈ સામે આવી શકે છે.
આ દુર્ઘટનામાં શીલા નામની એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો. તેણીએ જણાવ્યું કે, “હું, મારી બહેનો અને અન્ય બે છોકરીઓ સાથે તાપણું કરી રહ્યા હતા. જ્યારે બે છોકરીઓ આઈસક્રીમ ખાતા આવી, ત્યારે અમને ઠંડી લાગતી હતી, એટલે આપણે તાપણું કર્યું. તે સમયે અચાનક ચક્કર આવવા લાગ્યા અને પછી ઉલટીઓ થવા લાગી, અને અમે દોડીને ઘરે ગયા.”
મૃતક બાળકીઓનાં નામ:
- દુર્ગા કુમારી મહંતો, 12 વર્ષ
- અમિતા મહંતો, 14 વર્ષ
- અનિતા કુમારી મહંતો, 8 વર્ષ
ઘરની નજીકની દુકાનમાંથી પાંચ જેટલી બાળકીઓએ આઈસક્રીમ ખાધું હતું અને ત્યારબાદ રાત્રે પાંચ જેટલી બાળકી તાપણું કરી રહી હતી. ત્રણ બાળકીઓ જ્યારે તાપણું કરી રહી હતી, તો તેમની ઉલટીઓ થઈ ગઇ હતી અને તે બેભાન થઈ ગઇ હતી. તેમને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બે બાળકીઓનું ખાનગી હોસ્પિટલમાં અને એકનું સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું.
પરિવારજનો કહે છે કે શરૂઆતમાં, ત્રણેય બાળકીઓની સારવાર નજીકના ખાનગી હોસ્પિટલમાં થઈ રહી હતી, પરંતુ તબિયત વધારે બગડી ગયા પછી દુર્ગા કુમારીને નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ ત્યાં તેની સારવાર બંધ કરવામાં આવી અને અન્ય હોસ્પિટલ જવાનું કહેવામાં આવ્યું. આજીજી કર્યા પછી, સવારે લગભગ ચારથી પાંચ વાગ્યે, તેઓ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં, બે બાળકીના વહેલી સવારે મોત થયા, અને દુર્ગા કુમારીને પણ દાખલ કરવામાં આવી હતી. ઓક્સિજન પર રાખ્યા છતાં, તેમનો આરોગ્ય સુધર્યો નહીં અને વહેલી સવારે તેમનો પણ મૃત્યુ થઈ ગયો.
પોસ્ટમોર્ટમ અને તપાસ
ડૉ. કેતન નાયકે કહ્યું, “તાપણું કરતાં ધુમાડો થવાની અને આઈસક્રીમ ખાવાની હિસ્ટરી છે. એક માતા કહે છે કે તેની બાળકી આઈસક્રીમ નથી ખાધી, પરંતુ તાપણું કર્યા બાદ ઉલટી થઈ અને મૃત્યુ થયું. પીએમ કરાવવામાં આવશે, જેથી સાચી હકીકત સામે આવતા શોકનો માહોલ જોવા મળ્યો છે.