Gujarat: નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, પરંતુ રાજ્યમાં હજી સુધી કડકડતી ઠંડી જોવા નથી મળી. ધીમે-ધીમે ઠંડી વધતી જઈ રહી છે, પરંતુ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગાત્રો થિજવતી ઠંડીનો અનુભવ અત્યાર સુધી થયો નથી, તેમ નિષ્ણાતો માને છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે. 3થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતા દર્શાવાઈ છે.
Thank you for reading this post, don't forget to subscribe!3થી 9 ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતાઓ
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના કારણે એક નવી હવામાન અસ્થિરતા સર્જાઈ રહી છે. આ પરિબળો સાથે દક્ષિણ ભારતના ચક્રવાત જેવી પરિસ્થિતિઓના સંયોજનથી રાજ્યમાં 3થી 9 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.
આ અસ્થિરતાના કારણે ગુજરાતના લગભગ 60થી 65 ટકા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. માવઠાના માહોલ વચ્ચે, હળવા અને છૂટાછવાયા ઝાપટા મુખ્યત્વે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાઓને લાગતા વિસ્તારોમાં નોંધાઈ શકે છે. ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને રાજપીપળા જેવા પ્રદેશોમાં માવઠાની સંભાવના ઊંચી છે.