Gujarat: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે ગત તારીખ ૨૮/૧૧/૨૪ના રોજ કોલેજમાં અભ્યાસ કરતી સેમેસ્ટર 1,3અને 5 B.A./B.om.ની બહેનો માટે RASHTRIYA UCHCHATAR SHIKSHA ABHIYAN (RUSA) COMPONANT-9 Head-4 Innovation Scheme (Mentoring of girl Child) અંતર્ગત સ્ત્રી-સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિષયના વિદ્વાન વક્તા તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ થરાદના પ્રાણીશાસ્ત્રના હેડ ડૉ.નિહાર નિમ્બાર્ક ઉપસ્થિત રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!તેમણે સુંદર પ્રેઝન્ટેશન દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને શારીરિક અને માનસિક સુખાકારીનું મહત્ત્વ, હોર્મોન્સમાં પરિવર્તન, તણાવ વ્યવસ્થાપન અને તકનીકો, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પોષણ અને વ્યાયામ, આત્મવિશ્વાસ અને સકારાત્મક શારીરિક છબી, સામાજિક દબાણ અને અપેક્ષાઓ પર કાબુ મેળવવો વગેરે પર તલસ્પર્શી અને વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.
જાતિગત સમસ્યાઓ અને સ્ત્રી સશક્તિકરણ દ્વારા દેશ નિર્માણ અને વિશ્વ નિર્માણ પર તેમણે ભાર મૂક્યો હતો, આ કાર્યક્રમમાં ૧૦૦ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમમાં પ્રા. ભાવિક ચાવડાએ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી તેમજ પ્રા. જે.સી. ઠાકોરે ડૉ. નિહાર નિમ્બાર્કનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, આ કાર્યક્રમનું આયોજન RUSA સંયોજક ડૉ. એ.બી. વાઘેલાએ આચાર્ય ડૉ. નીલાબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ