શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 770 પોઈન્ટનો ઉછાળો

Stock market bullish, Sensex jumps 770 points

Business: શેરબજારમાં ગઈકાલે એફએન્ડઓ સેટલમેન્ટ અને એફઆઈઆઈ દ્વારા નોંધાયેલ વેચવાલીના કડાકા બાદ આજે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 727 પોઈન્ટ અને નિફ્ટી 121.55 પોઈન્ટના ઉછાળા સાથે આગળ વધ્યા છે. રોકાણકારોની કુલ મૂડીમાં આજે 3 લાખ કરોડનો વધારો થયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સવારે 10:48 વાગ્યે સેન્સેક્સ 682.75 પોઈન્ટ ઉછળી 24,118.80 પર અને નિફ્ટી 204.65 પોઈન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા. બીએસઈ પર ટ્રેડ થયેલા 269 શેર્સમાં અપર સર્કિટ લાગુ પડી હતી, જ્યારે 161 શેર્સમાં લોઅર સર્કિટ લાગુ થઈ હતી. સાથે જ, 149 શેર્સે 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર હાંસલ કર્યા છે.

શેરબજારમાં તમામ ક્ષેત્રોમાં સુધારાની લહેર જોવા મળી છે. રિયાલ્ટી સિવાયના તમામ મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે. હેલ્થકેર અને ફાર્મા શેર્સના મજબૂત પ્રદર્શનને કારણે ઈન્ડેક્સ 1.30% સુધી ઉછળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી સેક્ટરના શેર્સમાં નીચા મથાળે ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.68%, ઓટો ઈન્ડેક્સ 0.56%, આઈટી ઈન્ડેક્સ 0.67% અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 0.91% ના ઉછાળા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. એનર્જી ઈન્ડેક્સમાં પણ 0.69% નો સુધારો નોંધાયો હતો.

શેરબજાર હાલમાં રેટ કટના નબળા વલણ, અમેરિકાની આર્થિક વૃદ્ધિ અને ફુગાવાની ચિંતાઓ જેવી વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ) સતત વેચવાલી કરી રહ્યા છે, જેના પરિણામે ટૂંકાગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે.

ગઈકાલે એફઆઈઆઈએ 11,756 કરોડની વેચવાલી નોંધાવી હતી, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં કુલ 42,000 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01