Education: કડી સર્વ વિદ્યાલય દ્વારા કોલેજના યુવાનો માટે તારીખ 18 થી 22 નવેમ્બર, 2024 દરમિયાન સર્વ વિદ્યાલય, કડી કેમ્પસ ખાતે 96મી પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર સવારે5:00 વાગ્યાથી શરૂ કરી રાતના 10:00 વાગ્યા સુધી યોજાઈ જેમાં 18 કોલેજના 71 યુવાનોને સંતુલિત અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું માર્ગદર્શન અપાયું.
Thank you for reading this post, don't forget to subscribe!શિબિરમાં જાણીતા કોર્પોરેટ ટ્રેનર અને લેખક એવા સુરેશ પ્રજાપતિ અને કાઉન્સિલર વર્ષાબેન પરમાર તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી યુવાનોને જીવન ઉપયોગી વિષયો જેમાં સંબંધોનું મહત્વ, મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો તફાવત, ગોલ સેટિંગ, કમ્યુનિકેશન, ટીમ વર્ક, સંતુલિત જીવન, નેતૃત્વના વિવિધ જરૂરી ગુણો અને મૂલ્યો, હકારાત્મક અભિગમ સાથે ખુશીપૂર્વક નું જીવન જીવવા જેવા વિવિધ વિષયોનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પડાયું હતું. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરવા બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે શિબિરાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
શિબિરાર્થીઓના પ્રતિભાવ:
આ શિબિરમાંથી મને ટાઈમ મેનેજમેન્ટ ગોલ સેટીંગ જીવનમાં સંબંધનું મહત્વ વિશે અને ખાસ મોબાઈલ વગર પણ જીવન સારું જીવી શકાય તેનો અનુભવ થયો – (સુહાની પ્રજાપતિ, બીસીએ કોલેજ)
96 મી સર્વ નેતૃત્વ શિબિર માંથી મારા વ્યક્તિત્વમાં ઘણો સુધારો થયો જેમાં સ્ટેજ પર દૂર થયું અને મારી જાત સાથે પરિચય કરવાનું અવસર મળ્યો – (ધ્યાન પટેલ, VSITR કોલેજ)