રોહિંગ્યા લોકોનો આ મુસ્લિમ દેશમાં પ્રવેશ બંધ

Entry of Rohingya people stopped in this Muslim country

World: ઇન્ડોનેશિયામાં મોટા પ્રમાણમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમોને સ્થાનિક લોકોએ બોટમાંથી ઉતરવાની પરવાનગી આપી નહોતી. 140 ભૂખ્યા રોહિંગ્યા મુસ્લિમો, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, ઉત્તર ઇન્ડોનેશિયાના આચે પ્રાંતના દરિયાકાંઠે બોટમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, સ્થાનિક રહેવાસીઓએ તેમને ઉતરવાની મંજૂરી આપી નહોતી. આ દરમિયાન, ત્રણ રોહિંગ્યા લોકોના મોત થયા.

Thank you for reading this post, don't forget to subscribe!

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના કોક્સ બજારથી દક્ષિણ આચે જિલ્લાના લાબુહાન હાજીના દરિયાકાંઠે લગભગ બે સપ્તાહની લાંબી મુસાફરી દરમિયાન ત્રણ રોહિંગ્યા લોકોના મૃત્યુ થયા હતા. રવિવારથી, 11 રોહિંગ્યા મુસાફરોની તબિયત બગડતા, તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આચેના માછીમારી સમુદાયના વડા મોહમ્મદ જબાલે જણાવ્યું હતું કે, “અમારા માછીમારોના સમુદાયે તેમને અહીં ઉતરવાની મંજૂરી આપી ન હતી કારણ કે અમે નથી ઈચ્છતા કે અન્ય સ્થળોએ જે ઘટનાઓ ઘટી છે તે અહીં થાય. તેઓ જ્યાં પણ ગયા ત્યાં સ્થાનિક લોકોમાં અશાંતિ ફેલાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

બોટ જ્યારે બાંગ્લાદેશથી નીકળી ત્યારે તેમાં 216 લોકો સવાર હતા, જેમાંથી 50 લોકો ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતમાં ઉતરી ગયા હતા.

લગભગ 10 લાખ રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં મ્યાનમારના શરણાર્થી તરીકે રહે છે, જેમાંથી લગભગ 740,000 લોકો 2017ની ક્રૂર હિંસા બાદ મ્યાનમારમાંથી ભાગી આવ્યા હતા. રોહિંગ્યા લઘુમતી મ્યાનમારમાં વ્યાપક ભેદભાવનો સામનો કરી રહી છે અને મોટાભાગના લોકો નાગરિકતા મેળવવામાં અસમર્થ છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01