મુખ્યમંત્રી શિંદેનો પુત્ર પર મહાકાલના મંદિરના નિયમ ભંગનો આરોપ

Chief Minister Shinde's son charged with violation of Mahakal temple rules

India: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક વિવાદમાં ઘેરાઈ ગયા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરના નિયમોના ભંગનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. મંદિરના નિયમ અનુસાર, કોઈ પણ શ્રદ્ધાળુને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અને અંદર જઈને પૂજા કરવાની મંજૂરી નથી, પરંતુ શ્રીકાંત શિંદેએ પોતાની પત્ની અને 2 અન્ય લોકો સાથે ગર્ભગૃહમાં જઈને પૂજા કરી હતી. આ મામલે તેમના પર કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઉજ્જૈન મહાકાલના દર્શન કરતાં સમયે શ્રીકાંત શિંદે, તેમની પત્ની અને તેમના બે સાથીઓ ચારેય સાંજે 5 વાગ્યે 38 મિનિટ પર મંદિરના ગર્ભગૃહમાં એન્ટ્રી કરતા જોવા મળે છે. મંદિરમાં મહાકાલનો શૃંગાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેઓ શિવલિંગની પાસે બેસીને પૂજા કરતાં જોવા મળે છે. આ વીડિયોના આધારે શ્રીકાંત શિંદે પર મંદિરનો નિયમ તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મંજૂરી માત્ર પૂજારીઓને જ છે, જ્યારે અન્ય કોઈપણ વ્યક્તિને ત્યાં પ્રવેશની મનાઈ છે. આ નિયમ છેલ્લા એક વર્ષથી અમલમાં છે અને તેનો ભંગ થવા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. નિયમ મુજબ, શ્રદ્ધાળુઓએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગને 50 ફૂટની દૂરીએ રહીને દર્શન કરવા જોઈએ. ગયા મહિનામાં આ ચોથીવાર છે, જ્યારે કોઈએ આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. આદેશ હોવા છતાં નિયમનો ભંગ થતો હોવાથી, મંદિર પ્રશાસન હવે કડક બની ગયું છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03