સેન્સેક્સે આજે વધુ 600 પોઈન્ટના ઘટાડો, રોકાણકારોની 7 લાખ કરોડ મૂડી વેડફાઈ

Sensex plunged another 600 points today, losing 7 lakh crore of investors' capital


Business: સેન્સેક્સમાં આજે ઘટાડો સાથે વેપાર શરૂ થયો અને 10.00 વાગ્યા સુધીમાં તે 597.36 પોઈન્ટ તૂટી ગયો હતો. 10.34 વાગ્યે, તે 101.61 પોઈન્ટના ઘટાડા સાથે 80,904.99ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 24,567.65ના સ્તરે પહોંચી ગયો હતો અને 10.35 વાગ્યે તે 8.10 પોઈન્ટના ઘટાડા સાથે 24,741.75 પર સ્થિર હતો. નિફ્ટી50 પર 29 શેરોમાં સુધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું દબાણ વધુ જોવા મળતાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે. આજે સેન્સેક્સમાં વધુ 600 પોઈન્ટનો ઘટાડો થતાં 81,000નું સ્તર પણ તૂટ્યું છે. રોકાણકારોએ સતત પાંચ દિવસના કરેક્શન દરમિયાન રૂ. 6.99 લાખ કરોડની મૂડી ગુમાવી છે.

સેન્સેક્સ પેકમાં 16 શેરોમાં સુધારો અને 14 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. એક્સિસ બેન્ક 4.77 ટકા ઉછાળા સાથે વેપાર કરી રહ્યો હતો, જ્યારે ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 0.86 ટકાથી 1.65 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ઈન્ફોસિસનો શેર 3.72 ટકા અને આઈટીસી 1.79 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યા હતા.

આઈટી અને ટેક્નોલોજી શેરોમાં ઘટાડો:

આઈટી અને ટેક્નોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાને કારણે આઈટી કંપનીઓની આવક પર અસર થવાની ચિંતા વચ્ચે, આજના વેપારમાં આઈટી ઈન્ડેક્સ 1.86 ટકા અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.57 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા હતા

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03