સ્માર્ટફોનના જમાનામાં 10 વર્ષનું બાળક બન્યું પુસ્તક પ્રેમી સંસ્કૃત સહિત પાંચ ભાષાનો નિષ્ણાત

In the era of smartphones, a 10-year-old child became a book lover and an expert in five languages, including Sanskrit

Vadodara: આજના યુગમાં, બાળકોમાં મોબાઈલ પર ગેમ્સ રમવાનો જોરદાર ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. વડોદરાના હરણીમાં રહેતા પટેલ પરિવારના અગસ્ત્ય ગણેશભાઈ પટેલએ 10 ઉંમરે મોબાઈલમાં વ્યસ્ત રહેવાને બદલે ત્રણ વર્ષની ઉંમરે પુસ્તકોના વાંચનમાં વધુ રસ કેળવ્યો હતો. તેણે ક્રિસમસની ઉજવણી સમયના તેના અનુભવોને લોકો સુધી પહોંચાડવાના આશય સાથે 54 પાનાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

Thank you for reading this post, don't forget to subscribe!

અગસ્ત્ય પટેલે જણાવ્યું કે, તેમણે વર્ષ 2021માં અમદાવાદ અને 2023માં મુંબઈમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. આ ઉજવણીને “ક્રિસમસ ટાઈમ” નામના શિર્ષક હેઠળ એક મહિને પુસ્તક લખીને તેનું ડિઝાઈન કરીને પ્રકાશિત કર્યું છે. પુસ્તકમાં જણાવાયું છે કે ક્રિસમસના સમયમાં કૂકી અને કેક સાથે સોફ્ટ ડ્રિંકનું વેચાણ કેટલાય વધે છે, અને આ તમામ ખાદ્યપ્રદાર્થોને વેચવાના કારણે આવકનો સ્ત્રોત કેવી રીતે વધે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે.

તે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં લખી, વાંચી અને સમજી શકે છે. હવે, તે સંસ્કૃતમાં પણ પુસ્તક લખવાનો વિચાર કરી રહ્યો છે. અગસ્ત્ય પટેલને પુસ્તકપ્રેમ સાથે સાથે કેસિયો અને કુકિંગ શીખવાનો પણ શોખ છે, અને તે આ ક્ષેત્રોમાં નિષ્ણાત બનવાનો ધ્યેય રાખે છે.

માતા રચનાબેન પટેલે જણાવ્યું કે, જ્યારે અગસ્ત્ય ૩ વર્ષનો હતો, ત્યારે તે ગુજરાતી વાંચી અને સમજી શકતો હતો. તે સમયે જ અમને સમજાયું કે તેનો આઈક્યૂ લેવલ બીજા બાળકોની સરખામણીએ અલગ છે.

અગસ્ત્યએ ૭ વર્ષના ઉંમરે સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચમાં ૫૦૦થી વધુ પુસ્તકો વાંચ્યા છે. સાથે જ, તેણે હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા સહિત ૪૩ ધાર્મિક ચાલીસાનું પણ પઠન કર્યું છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03