Gujarat: આજે મહાત્મા ગાંધીના 156મા જન્મદિને પોરબંદરના કીર્તિ મંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ભૂપેન્દ્ર પટેલે ગાંધી બાપુના જીવનને આજે પણ પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના સભા બાદ સુદામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. CMએ પોતાના હાથે મંદિરના પટાંગણમાં સફાઈ કરી. ત્યારબાદ, મુખ્યપ્રધાન સહિત કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
હરાજીમાંથી મળતી રકમ કન્યા કેળવણી માટે અપાશે. બીજી તરફ, ગઈકાલે ભેટ અને સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતના મુખ્યપ્રધાનને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે આ પોર્ટલ શરૂ કરાયું છે. હવે દેશના કોઈપણ ખૂણે રહેતા લોકો આ પોર્ટલનો ઉપયોગ કરી, તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શન મારફતે ઓનલાઈન ખરીદી શકશે.
CM ભૂપેન્દ્ર પટેલને જાહેર સમારંભો અને વિવિધ મુલાકાતો દરમિયાન મળતી ભેટ-સોગાદોના વેચાણથી મળતી આવકનો કન્યા કેળવણી હેતુ માટે ઉપયોગ કરવાની પરંપરાને વધુ વિસ્તૃત બનાવવા માટે આ ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણ માટે ઈ-પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.