World: ભારતમાં ઘણીવાર જોવા મળે છે કે જમવામાં, રોટલી બનાવતી વખતે અથવા કોલ્ડ્રીંક્સમાં થૂંકીને લોકોને આપવામાં આવે છે, અને આ પ્રકારની ઘટનાઓના વીડિયો પણ વાયરલ થાય છે. તેવી જ એક ઘટના કેનેડામાં પણ પ્રકાશમાં આવી છે. કેનડામાં એક પાકિસ્તાની મુસ્લિમ ઇમિગ્રન્ટ, જે મુસ્લિમ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, તેને ગ્રાહકના પીણામાં થૂંકતા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.
એક ગ્રાહક દ્વારા ઓર્ડર કરેલા કોલ્ડ્રીંક્સમાં ડિલિવરી બોયે થૂંક્યું, ત્યારબાદ તે કોલ્ડ્રીંક્સ ગ્રાહકને સોંપી દીધી. આ સમગ્ર ઘટનાને ગ્રાહકે તેના કેમેરામાં કેદ કરી, અને તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. આ બનાવ પછી, મુસ્લિમ ડિલિવરી બોયને તેના દેશ પરત મોકલવામાં આવ્યો.
આ પ્રકારના કિસ્સાઓમાં, ડિલિવરી સેવા કંપનીઓએ પોતાના કર્મચારીઓના વર્તન અને ગ્રાહક સેવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. સાથે જ, આવા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં ફરી આ પ્રકારની હરકત ન થાય. ગ્રાહકોને પણ ઓનલાઈન ફૂડ મંગાવતી વખતે સતર્ક રહેવું જોઈએ અને જો ઓર્ડર સાથે કોઈ છેડછાડ થયાની શંકા હોય, તો તરત જ ડિલિવરી સેવા કંપનીનો સંપર્ક કરવો જોઈએ.