ખાદ્યતેલના ભાવ વધારો થવાની શક્યતા

Edible oil prices are likely to increase


Business: ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલ પર તાજેતરમાં જાહેર કરાયેલી આયાત જકાતમાં વધારાને પગલે ખાદ્યતેલના ભાવ સતત વધ્યા છે અને તે વધુ વધવાની સંભાવના છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝયુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ સેલ અનુસાર, ભારતીય રસોડામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા સરસવ, સૂર્યમુખી અને પામ તેલની મોડલ અથવા બેન્ચમાર્ક છૂટક કિંમત અનુક્રમે રૂ. ૧૪૮/લિટર, રૂ. ૧૨૯/લિટર અને રૂ. ૧૧૦ થઈ ગઈ છે.

Thank you for reading this post, don't forget to subscribe!

થોડા દિવસો પહેલા ડ્યુટીમાં વધારાની જાહેરાત પછી આ ભાવ ૫ થી ૧૦% વધ્યા છે. નિષ્ણાતોના કહેવા અનુસાર, ભારત તેના ૨૪-૨૫ મિલિયન ટનના ખાદ્ય તેલના વપરાશમાંથી લગભગ ૫૮% આયાત કરે છે. ઓઈલ અને ફેટ કેટેગરીમાં રિટેલ ફુગાવો ફેબ્રુઆરી ૨૦૨૩થી નેગેટિવ ઝોનમાં હતો.

પરંતુ ડ્યુટીમાં વધારો થતા, છેલ્લા એક સપ્તાહમાં સોયાબીન અને સરસવ સહિત અન્ય ખાદ્યતેલના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) કરતા વધ્યા છે, કારણ કે ખાદ્યતેલ ઉત્પાદકોએ હવે વિદેશથી આયાત કરતાં સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાની ફરજ પડી છે. જોચાલે છે, તો આગેવા ખાદ્યતેલના ભાવ વધુ વધવાની શક્યતા રહે છે.

રબરના ભાવમાં તેજી

નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં કુદરતી રબરના ભાવમાં વાર્ષિક ધોરણે ૩૩ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ટાયર ઉત્પાદકો અપેક્ષા રાખે છે કે આ વધારામાં વધુ વધારો થશે, તેમ ક્રિસિલ રેટિંગ્સના એક અહેવાલમાં જણાવાયું છે. પ્રાકૃતિક રબરના સ્થાનિક ભાવ ઓગસ્ટમાં સરેરાશ રૂ. ૨૩૮ પ્રતિ કિલો સુધી પહોંચ્યા, જે પાછલા દાયકાના વલણ કરતાં વધારે છે. કોમોડિટીએ છેલ્લી વખત ૨૦૧૧માં રૂ. ૨૦૦/કિલોનો આંક ઉછાળ્યો હતો.

યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય કેન્દ્રીય બેંકોના અનુકૂળ વલણ દ્વારા વૈશ્વિક નાણાકીય કટોકટી પછી માંગની પુનઃપ્રાપ્તિને કારણે ભાવમાં વધારો થયો છે. ૨૦૦૮ અને ૨૦૧૧ વચ્ચે, કિંમતોમાં ૧૦૧ ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો હતો. જો કે, આ ત્રણ વર્ષનો ઉછાળો ટકી શક્યો ન હતો, અને ત્યારબાદ એક દાયકા સુધી ભાવ સરેરાશ રૂ. ૧૫૦ પ્રતિ કિલોગ્રામથી નીચે જતો રહ્યો હતો. હવે, ૨૦૨૩ના અંતથી, કિંમતો ફરીથી વધવા લાગી છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01