ગાંધીનગરના યુવાએ “NO DRUGS CAMPAIGN” માટે ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો

Gandhinagar youth hoists tricolor at 16,560 feet for "NO DRUGS CAMPAIGN"

Gandhinagar: ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓનીં ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યુ હતું કે જેમાં ગાંધીનગરના દેવાંશ રાવલ ઉપરાંત ૧૧ સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ ૨૬ સપ્ટેમ્બર ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ જગતસુખ કે જેની ઊંચાઈ ૧૬,૫૬૦ ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા NO DRUGS CAMPAIGN નો સંદેશ આપ્યો હતો

Thank you for reading this post, don't forget to subscribe!

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને ૨ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

તા ૨૧ સપ્ટેમ્બરના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ જગતસુખ તરફ પ્રયાણ કર્યું હતું અને તા ૨૬ સપ્ટેમ્બર ના રોજ સમિટ કરી ૧૬,૫૬૦ ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સ ના દૂષણ ને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.

આ ૧૨ સાહસિક યુવાની ટીમમા દેવાંશ રાવલ ઉપરાંત ભાવેશ બાંભણીયા, ભાવિન ગોહિલ, સમર્થ વાછાની, વિશુ બલર, હરિન ભાવસાર, ધ્રુવ પટેલ, સાગર ફળદુ, વેદાંત ધોળકીયા, સાગર જસાણી, હર્ષલ ગોહેલ, યશ આહુજા એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ઇન્વિન્સિબલના આ ૧૨ પર્વતારોહકોનુ નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01