Surendranagar: શિક્ષક દ્વારા શાળાને પોતાની યાદગીરી રૂપે અને બાળકોના શિક્ષણ માટે ત્રણ એલ.ઇ.ડી ટીવી ભેટ અપાયા
Thank you for reading this post, don't forget to subscribe!દસાડા તાલુકાની પીપળી ગામની પ્રાથમિક શાળામાં પાછલા છેલ્લા 20 વર્ષથી એટલે કે બે દાયકા થી શિક્ષક તરીકે ફરજ બજાવતા દશરથભાઈ દલવાડી ની દસાડા ના સાવડા ગામ ખાતે બદલી થતા ગ્રામજનો અને શાળા સ્ટાફ દ્વારા પ્રાથમિક શાળા ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.
વિદાય પ્રસંગે શાળાના 250 વધુ વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. દશરથભાઈ ની પાછલા 20 વર્ષથી કરેલી કામગીરી સૌના માટે પ્રેરણારૂપ બની હતી. પીપળી ગામની પ્રાથમિક શાળામાં બે દાયકાથી ફરજ બજાવતા દશરથભાઈએ શાળામાં શૈક્ષણિક અને શાળાની ભૌતિક સુવિધા તથા સગવડો વધારવા જાત મહેનતથી કરેલી કામગીરીથી સૌ કોઈ સંતુષ્ટ જોવા મળ્યા હતા ત્યારે પાછલા 20 વર્ષમાં તેમણે કરેલા કામોને યાદ કરીને નાના ભુલકાઓ અને ગ્રામજનો ધુસ્કે ધુસ્કે રડતા જોવા મળ્યા હતા.
ત્યારે કહેવાય છે કે ” શિક્ષક કભી સાધારણ નહીં હોતા..નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ ! ત્યારે પહેલા પીપળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હાલ સાવડાના ના શિક્ષક દશરથભાઈ એ ખરા અર્થમાં આ કહેવતને સાચી ઠેરવી છે.
અહેવાલ: શૈલેષ વાણિયા
પાટડી,સુરેન્દ્રનગર