Entertainment: આલિયા ભટ્ટ તેના પ્રથમ પેરિસ ફેશન વીક રેમ્પ વોક માટે હેડલાઇન્સમાં છે. તેની નટખટ હરકતો ચાહકોને પસંદ આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ADD ડિસઓર્ડરથી પીડિત છે અને તેના કારણે ઘણી વખત સમસ્યાનો સામનો કરવો પડે છે.જેના કારણે તે 45 મિનિટ સુધી મેકઅપ ખુરશી પર બેસી શકતી નથી. બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટે ઈન્ટરવ્યુમાં પોતાની બીમારીનો ઉલ્લેખ કર્યો,શું તમે જાણો છો કે એક બાળકની માતા બની ગયેલી આલિયા બાળપણની બીમારીથી પીડિત છે. તે ADD ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરી રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!આલિયાએ હાલમાં જ એક અમેરિકન મેગેઝિન Allure સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, તેણે જીવનના સૌથી ખાસ દિવસે મેક-અપ આર્ટિસ્ટને બે કલાક સુધી મેકઅપ કરવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને તેની પાછળનું કારણ એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર હતું. તેણે કહ્યું કે મને ADD છે. મને મેકઅપ કરવામાં વધુ સમય પસાર થાય એ પસંદ નથી. જે પણ કરવાની જરૂર છે. તે શક્ય તેટલી વહેલી તકે પૂરું થઇ જવું જોઈએ. હકીકતમાં, તે 45 મિનિટથી વધુ મેકઅપ ખુરશી પર બેસી શકતી નથી.
ADD એટલે એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. જેનો મતલબ છે, એટેન્શનની ખામી એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાનો અભાવ. ADD સામાન્ય રીતે બાળકોમાં થાય છે. પરંતુ કેટલાક લોકો પુખ્ત વયે પણ તેનો સામનો કરતા હોય છે.