19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું

19-year-old Riya Singha won the title of Miss Universe India 2024

Gujarat: રાજસ્થાનના જયપુરમાં રવિવારે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થયું, જેમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો. અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ રિયાને ‘તાજ મહાલ’ ક્રાઉન પહેરાવ્યું.

Thank you for reading this post, don't forget to subscribe!

આ વિજય પછી હવે સૌને આશા છે કે રિયા વિશ્વ સ્તરે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી દેશને ગૌરવ અપાવશે. રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શાળાના દિવસોથી જ તે મોડેલિંગ અને પેજન્ટ સ્પર્ધાઓમાં ભાગ લેતી રહી છે. હાલ તે અમદાવાદ યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. અગાઉ રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ પણ જીત્યો હતો અને મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

રિયા સિંઘાએ પોતાના વિજય પર કહ્યું, “મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીતવું મારા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ તાજ માટે લાયક બનવા માટે મેં ઘણી મહેનત કરી છે અને આજે હું તે સાથે પોતાને ગૌરવાન્વિત માની રહી છું. મારે અગાઉના વિજેતાઓથી ઘણું શીખવું મળ્યું છે અને તેમનાથી જ મને પ્રેરણા મળી છે.”

ઉર્વશી રૌતેલા, જે આ ઇવેન્ટમાં જજ હતી, રિયાની જીત પર ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે, “મને પૂરી આશા છે કે આ વર્ષે ભારત મિસ યુનિવર્સનો ખિતાબ ફરીથી જીતશે.”

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03