World: લેબનાનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પેજર અને વોકી-ટોકી હુમલાઓથી પ્રભાવિત છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કાવતરું ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ દ્વારા ઘડાયું છે. આ બંને હુમલાઓમાં ઓછામાં ઓછા 30 લોકોના જીવ ગયા છે અને 3200થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી છે. આ દરમિયાન ઈઝરાયલ પર સાઈબર હુમલો થયો હોવાના સમાચાર મળ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!ઈઝરાયલના લોકોના ફોન અચાનક મધરાતે ધડાધડ વાગવા લાગ્યા હતા અને ઈમરજન્સી મેસેજ આવ્યા હતા, જેમાં ઇઝરાયલીઓને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી આપવામાં આવી હતી. હજારો મેસેજ મળતા ઇઝરાયલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈઝરાયલના અધિકારીઓ આ મેસેજોની તપાસ કરી રહ્યા છે અને એવી ધારણા છે કે આ હુમલો ઈરાની હેકર્સ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. વ્યાપક રૂપમાં મેસેજ પ્રસારિત થયા બાદ એ સંભાવનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેની પાછળ ઈરાનનો હાથ છે.
બીજી તરફ, ઈઝરાયલની સેના IDFએ આ મેસેજોને ખોટા ગણાવતાં કહ્યું કે અમે ઈઝરાયલીઓને આવા કોઈ મેસેજ મોકલ્યા નથી. આ એક સાયબર હુમલો હોઈ શકે છે. ઇમરજન્સી જાહેર કરતો મેસેજ અમારી તરફથી મોકલવામાં આવ્યો નથી. હોમ ફ્રન્ટ કમાન્ડની સંરક્ષણ નીતિમાં પણ કોઈ ફેરફાર થયો નથી.
મેસેજની હેડલાઈનમાં “OREFAlert” લખેલું હતું, જે હિબ્રુમાં હોમ ફ્રન્ટ કમાન્ડનો સંદર્ભ આપે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇઝરાયલના નાગરિકોએ આ મેસેજને IDF દ્વારા મોકલાયેલો માની લીધો, જેના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ. ઇઝરાયલીઓને મળેલા ટેક્સ્ટ મેસેજમાં એક લિંક પણ હતી, અને તેમાં ખોટી જોડણી સાથે લખેલું હતું કે તમારે સુરક્ષિત સ્થળે જવું પડશે.