સમગ્ર ઘટના CCTCમાં કેદ થઈ,એકને માફ કરીશું તો 10 પોલીસવાળા આવું વર્તન કરશે: હાઇકોર્ટ
Thank you for reading this post, don't forget to subscribe!SURAT NEWS: થોડા સમય અગાઉ સુરત પોલીસનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં એક પોલીસ ઈન્સપેક્ટર એક વકીલને લાત મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને કારણે ખુબ મોટો વિવાદ થયો હતો. પોલીસને આપણે રક્ષક કહીએ છીએ. પોલીસ આપણી રક્ષા માટે હોય છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કામ પોલીસનું હોય છે. પણ પોલીસ જ જ્યારે કાયદાની ઐસીતૈસી કરે ત્યારે શું કહેવું…કંઈક આવી જ ઘટના થોડા સમય પહેલાં સુરતમાં જાેવા મળી હતી.જાણો શું હતો મામલો.
આ ઘટના છે સુરત શહેરની. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.જે સોલંકીએ આ વિસ્તારમાં જ રાત્રીના સમયે પોતાના મિત્રો સાથે બેસેલા એડવોકેટ હિરેન નાઇને લાત મારી હતી. જેના સીસી ટીવી ફુટેજ વાયરલ થયા હતા. આ સાથે જ એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ બાદમાં વાયરલ થયો હતો.
વકીલ એમના મિત્રો સાથે બેઠાં હતા ત્યારે પીઆઈએ ત્યાં આવીને એમને લાત મારી હતી…બાદમાં આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં કોર્ટે પોલીસને સબક શિખવાડ્યો છે. આ મામલે કોર્ટ દ્વારા પી.આઇ.ના આ કરતુત સામે કડક પગલા લઇને તેમને ૩ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ સાથે જ હાઈકોર્ટના જજે એવી ટિપ્પણી કરી કે એક લાત કેટલી મોંઘી છે તે પીઆઈને યાદ રહેવું જાેઈએ. પોલીસ કાલે મને પણ કારણ વિના લાત મારી શકે છે.
એડવોકેટ હિરેન નાઈ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસ અધિકારીઓ ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. આથી એડવોકેટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. દલીલ બાદ હાઈકોર્ટે આ કેસમાં પી.આઈ એચ.જે. સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આંકરી ટીપ્પણી કરતા શું કહ્યું પીઆઇને આજીવન યાદ રહેવું જાેઇએ કે કોઈ પણ કારણ વિના નિર્દોષ લોકો પર હાથ ઉપાડવો કે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપોયગ કરવાની છૂટ નથી.
ફૂટેજમાં જાેઈ શકાય છે કે પોતાને હીરો સમજતા પીઆઈ જીપમાંથી કૂદી સીધા જ નિર્દોષ વ્યક્તિને લાત મારે છે. દેખતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઈને ક્યારેય માફ કરી શકાય નહીં. પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. તેને માફ કરી શકાય નહીં.
પીઆઈએ ન્યાયતંત્ર વિશે પણ જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની કોર્ટમાં રજૂઆત થઈ હતી. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે આવા પોલીસ અધિકારીઓ સામે સરકાર પગલાં કેમ લેતી નથી? હાઈકોર્ટના જજ ર્નિઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન જ ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે માહિતી મંગાવી હતી.
ફરિયાદી એડવોકેટે કોર્ટને ઘટના સમયના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા, જે જાેઈ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. ભરી કોર્ટમાં જ્જે પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે, શું વર્દી પહેરીને ફરો છો એટલે કોઈને પણ ગુના વિના મારવાના?, પૂછપરછ વિના કોઈને મારી કેવી રીતે શકાય?, કોઈ સાચો આરોપી હોય તો પણ પૂછપરછ વિના લાત મારી શકાય નહીં. પોલીસ દમનને અટકાવાશે નહીં તો કાલે પોલીસ મને પણ લાત મારી શકે છે. કોર્ટે કહ્યું પોતાને હીરો સમજતા પીઆઈને માફ કરી શકાય નહીં.