Technology: રાજ્ય સરકાર ATM દ્રારા અનાજ વિતરણની સુવિધા શરૂ કરીછે. આ અનાજ વિતરણ ATM 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકો ATMમાંથી ચોવિસ કલાક નાણાં ઉપાડી શકે છે, તેવી રીતે થંબ સિસ્ટમ સાથે જોડાયેલા કોઈપણ રેશનકાર્ડધારકો થમ કરીને મળવા પાત્ર એટીએમથી અનાજ મેળવી શકશે.
Thank you for reading this post, don't forget to subscribe!રાજ્યમાં ઘણા સ્થાનો પર સસ્તા અનાજની દુકાનો આવેલી છે, પરંતુ ઘણી વાર અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે અને ક્યારેક લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે. આ સ્થિતિમાં, રેશનકાર્ડ ધારકોને વધુ સરળ અને આધુનિક સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે આ પહેલ શરૂ કરી છે. સરકાર દ્વારા સ્માર્ટ એફ.પી.એસ. પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કરચલીયાપરા વિસ્તારમાં અનાજ વિતરણ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન મારફતે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. હવે આ સેવા વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમવાર ‘અનાજ વિતરણ ATM’ શરુ કરવામાં આવ્યું છે. રેશનકાર્ડ ધારકોને 24 કલાક કોઈપણ સમયે લાઈનમાં ઉભા રહ્યા વિના અનાજ મેળવવાની સગવડ મળે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ આધુનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવી છે.
લોકો પણ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારક ને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે. ભાવનગરમાં ATM લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું .જ્યારે રાજયમાં સૌ પ્રથમ આવા અનાજ વિતરણ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા લોકોએ રાજ્ય સરકારના કામની સરાહના કરી છે.