Entertainment: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેમના સંબંધોને લઈને ચર્ચાનો વિષય બની રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે લાગણીશીલ અંતર વધતું જોવા મળી રહ્યું છે, અને તેઓ છૂટાછેડા લેવાની તૈયારીમાં છે. અભિષેક વધુ સમય બચ્ચન પરિવાર સાથે વિતાવતો જોવા મળે છે, જ્યારે ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા સાથે અલગ રહે છે. હાલમાં, ઐશ્વર્યા અને આરાધ્યા દુબઈમાં છે, અને એશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઐશ્વર્યાએ પોતાના હાથમાં વેડિંગ રિંગ પહેર્યું નથી, જેની ચર્ચા મિડીયા અને ફેન્સમાં થઈ રહી છે.
Thank you for reading this post, don't forget to subscribe!અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ઘણાં સમયથી ચર્ચામાં છે. 17 વર્ષના તેમના લગ્નજીવનને લઈને અટકળો તે સમયે વધવા લાગી, જ્યારે અભિષેકે તેના પરિવાર સાથે અનંત અને રાધિકા અંબાણીના લગ્નમાં હાજરી આપી, જ્યારે ઐશ્વર્યા બાદમાં પુત્રી આરાધ્યા સાથે પહોંચી. તેમની અલગ-અલગ એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા. ત્યારબાદ, અભિષેકે છૂટાછેડા સંબંધિત એક પોસ્ટ લાઈક કરી, જેને કારણે આ અટકળો વધુ મજબૂત થઈ. થોડા સમય પહેલાં ઐશ્વર્યા પણ દીકરી આરાધ્યા સાથે પોતાના સાસરે પહોંચી હતી, અને આ તમામ ઘટનાક્રમને કારણે અનેક તર્કવિતર્કો ઉઠી રહ્યા છે.
વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈનો છે, જ્યાં ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે SIIMA એવોર્ડમાં હાજરી આપવા ગઈ હતી. વીડિયોમાં ઐશ્વર્યા ઓર્ગેનાઇઝર દ્વારા સ્વાગત કરાતી નજરે પડે છે, અને એક ચાહક ફૂલોનો ગુલદસ્તો લઇને તેને મળવા આવે છે. ઐશ્વર્યા ખૂબ સુંદર લાગી રહી છે, પરંતુ તેનું વેડિંગ રિંગ ના પહેરવું બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે.
અભિષેકે પણ પોતાની રિંગ કાઢી નાખી છે. જ્યાં ઐશ્વર્યા અને અભિષેકને ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યા હતા, અભિષેકએ પણ પોતાના હાથમાં લગ્નની વીંટી પહેરી ન હતી. ચાહકોની નજરે આ તરત જ આવી ગયું, અને તે વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો.