Technology: આઈફોન 16 સીરિઝ માર્કેટમાં આવતાની સાથે જ એપલે આઈફોનના ત્રણ મોડલ બંધ કરી દીધા છે. Appleની વેબસાઈટ પરથી iPhone 13, iPhone 14 Plus, iPhone 15 Pro અને Pro Max મોડલ બંધ કરવામાં આવ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!કંપની ઘણા વર્ષો સુધી આ મોડલ્સને સોફ્ટવેર અપડેટ્સ અને AI ફીચર્સ સપોર્ટ આપવાનું ચાલુ રાખશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે ઉપર જણાવેલા આઇફોન મોડલ છે, તો તમે કોઈપણ ટેન્શન વિના તેનો ઉપયોગ કરી શકો છો.
Apple એ નવી iPhone 16 સીરિઝ લૉન્ચ કરી છે, પરંતુ તેની સાથે કંપનીએ તેના કેટલાક જૂના iPhone મૉડલ પણ હટાવી દીધા છે. આઇફોન 13, 14 પ્લસ ઉપરાંત, Appleએ તેની લાઇનઅપમાંથી AI સુવિધાઓથી સજ્જ iPhone 15 Pro અને 15 Pro Max મોડલને દૂર કર્યા છે. આવી સ્થિતિમાં જો તમે Appleની વેબસાઇટ પરથી આ iPhone મોડલ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેમાં સફળ થશો નહીં. તમે આ મોડલ્સને માત્ર ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઑફલાઇન સ્ટોર્સ અથવા સેકન્ડ હેન્ડ ફોન વેચતા/ખરીદતા પ્લેટફોર્મ્સ પર જ શોધી શકશો.
iPhone 15 Pro અથવા 15 Pro Max હવે Appleની ઑનલાઇન વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે નહીં. લાઇનઅપ iPhone SE થી શરૂ થાય છે, ત્યારબાદ iPhone 14 અને 15 મોડલ આવે છે.
કંપની નવી સિરીઝ લોન્ચ કરીને જૂના મોડલને રિટાયર કરી રહી છે. પરંતુ ઘણા યુઝર્સના મનમાં આ સવાલ આવી રહ્યો હશે કે iPhone 13, 15 Pro, 15 Pro Max અને iPhone 14 Plusના માલિકોનું શું થશે? શું તેમનો ફોન બંધ થઈ જશે, જો કોઈ આ મોડલ્સ ખરીદવા માગે છે તો તે ક્યાંથી ખરીદશે? આ બધા પ્રશ્નોનો જવાબ એ છે કે કંપનીએ તમારી પાસેના iPhone મોડલને આઉટલેટમાંથી કાઢી નાખ્યા હોય તો પણ તે તમારી પાસે રહેશે. તેમની કામગીરી પર કોઈ અસર પડશે નહીં.
જો કોઈ ઈ-કોમર્સ દ્વારા આ મોડલ્સ ખરીદવા માગે છે, તો તે તેને પણ ખરીદી શકે છે, આ પ્લેટફોર્મ્સ પર પહેલેથી જ સ્ટોક ઉપલબ્ધ છે. આ સિવાય તમે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મની મદદ પણ લઈ શકશો.