Entertainment: શ્રદ્ધા ડાંગરનો જન્મ 15 ઓક્ટોબર 1994ના રોજ રાજકોટમાં થયો છે. શ્રદ્ધા ડાંગર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે, જે મુખ્યત્વે ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં કામ કરે છે. અભિનેત્રીનું બાળપણ રાજકોટમાં પસાર થયું છે.
Thank you for reading this post, don't forget to subscribe!શ્રદ્ધા ડાંગરને ફિલ્મી કરિયરમાં માતાએ ખુબ જ સપોર્ટ કર્યો છે.તેની માતાની પ્રેરણાને કારણે શ્રદ્ધાએ જ્યારે રાજકોટમાં ઓડિશન આપવાનું નક્કી કર્યું ત્યારે તેણે મનોરંજનની દુનિયામાં છલાંગ લગાવી. બસ અહિથી એક અભિનેત્રી તરીકે શ્રદ્ધા ડાંગરની સફર શરુ થઈ હતી.
હેલ્લારો ફેમ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં છે. હાલમાં શ્રદ્ધા અને આકાશ સુખી દાંમ્પતિય જીવન જીવી રહ્યા છે.
શ્રદ્ધા ડાંગરે હેલ્લારો (2019), મચ્છુ (2018) અને પપ્પા તમને નહીં સમજાય (2017) અને લવ ની લવ સ્ટોરીઝ (2020) ફિલ્મોમાં કામ કર્યું છે.
શ્રદ્ધાએ ભવ્ય ગાંધી, મનોજ જોશી અને કેતકી દવે અભિનીત ફિલ્મ પપ્પા તમને નઈ સમજાય (2017) માં તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ શ્રદ્ધા ડાંગર ગુજરાતી ફિલ્મો તેમજ તેલુગુ વેબ સિરીઝમાં પણ જોવા મળી ચૂકી હતી.
શ્રદ્ધા ડાંગર ફિલ્મો અને વેબ સિરીઝ દ્વારા કમાણી કરે છે. સાથે અભિનેત્રી જાહેરાતો અને પ્રમોશન દ્વારા કમાણી કરે છે. તેમજ બકુલ બુઆ કા ભુત નામની ટીવી સિરયલમાં જોવા મળી હતી.
અભિનેત્રીએ એક મ્યુઝિકલ કોમેડી ફિલ્મ તારી માટે વન્સ મોર (2018)માં પણ જોવા મળી હતી. 2019માં 2 ફિલ્મો જેમાં મચ્છુ જે મચ્છુ ડેમ દુર્ઘટના અને હેલ્લારોની સાચી ઘટનાઓ પર આધારિત છે, જે ગુજરાતી પીરિયડ ડ્રામા ફિલ્મ છે.
ફિલ્મ હેલ્લારોમાં મંઝરીની ભૂમિકા ભજવવા બદલ ખુબ પ્રશંસા મેળવી હતી, આ ફિલ્મમાં મંઝરી એક યુવતીની સ્ટોરી વર્ણવવામાં આવી છે, જેના લગ્ન કચ્છના રણમાં આવેલા એક નાનકડા ગામમાં થાય છે જ્યાં મહિલાઓને ગરબાના પરંપરાગત નૃત્ય સ્વરૂપમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવે છે. આ ફિલ્મ આજે પણ ચાહકોની પહેલી પસંદ છે.
તેમની ફિલ્મ હેલ્લારોએ 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો અને તેના અભિનય માટે વિશેષ જ્યુરી એવોર્ડ મેળવ્યો હતો.
આ ફિલ્મ ભારતમાં 8 નવેમ્બર 2019 ના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે અને તેના અભિનયની ચાહકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. શ્રદ્ધા ડાંગરની ફિલ્મોને ચાહકો ખુબ પ્રેમ પણ આપે છે.
અન્ય લોકપ્રિય ગુજરાતી ફિલ્મો જેમાં તેણીએ અભિનય કર્યો હતો તેમાં વિઠ્ઠલ તેડી (2021) અને કેહવતલાલ પરિવાર (2022)નો સમાવેશ થાય છે. ફિલ્મો અને શો ઉપરાંત વિવિધ ગુજરાતી ગીતોના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે.