rain update: આજે ગાંધીનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે
Thank you for reading this post, don't forget to subscribe!ગાંધીનગરના માણસા શહેર સહિત ગામડામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ચરાડા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગામમાં ઘરો અને ખેતરમાં પાણી ભરાયા છે. જો કે વરસાદી પાણીનો નિકાલ ના થવાથી સ્થિતિ કફોડી થઈ છે.
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સંત સરોવરના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.