HEAVY RAIN IN GUJARAT: હવામાન વિભાગે રાજ્યમાં ફરી વાર પાંચ દિવસભારે વરસાદની આગાહી કરી છે.. આવતી કાલે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર વહેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે .. તો અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે..
Thank you for reading this post, don't forget to subscribe!ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, તેને કારણે રાજ્યનું મહત્તમ તાપમાન પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (1 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે રાજ્યના નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 3 સપ્ટેમ્બરના રોજ છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન લાનીનોની અસરની સંભાવનાને પગલે સામાન્ય કરતા વધુ વરસાદ રહી શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાનીનોની અસર થવાની 66% સંભાવના હાલમાં જણાઈ રહી છે.
રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી હડતાળ પર ઉતરશે. રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં 40 ટકાને બદલે 20 ટકા જ વધારો કરવામાં આવ્યો હતો.જેનો વિરોધ કરવા આવતીકાલથી ડોક્ટરો ઈમરજન્સી સહિત તમામ સેવાઓ અને કામકાજથી અળગા રહેશે..