ગુજરાત પર વરસાદી આફતથી 90 ટ્રેનો રદ, 40 હજાર મુસાફરોને પડી હાલાકી

Trains Cancelled Due To Rain : ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભારે વરસાદી માહોલ વચ્ચે ટ્રનોની અવરજવરમાં ખાસી અસર પહોંચી છે, ત્યારે 90થી વધુ ટ્રેનો રદ થતાં 40 હજાર મુસાફરોને પડી હાલાકી પડી. આ સાથે કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યાં છે. જેમાં વંદે ભારત, રાજધાની, શતાબ્દી, તેજસ ટ્રેનોનો સમાવેશ થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ભારે વરસાદના કારણે 50થી વધુ ટ્રેનો સુરતમાંથી પસાર થવાની છે. જ્યારે ટ્રેનો રદ થવાને કારણે આશરે 40 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરી શક્યા ન હતા. તેવામાં રેલવે દ્વારા આ મુસફારોને રિફંડ આપવામાં આવશે. IMDએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

30 ઑગસ્ટે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકશે. જેમાં કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 26 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01