India: ભારત અને ઈન્ડોનેશિયાના સબંધો ગાઢ બનાવવા અને ચીન-પાકિસ્તાનને ઝટકો આપવા ભારતે ઈન્ડોનેશિયા સાથેના રક્ષા સંબંધો મજબૂત બનાવ્યા છે. હિન્દ મહાસાગરમાં ચીનના પ્રભાવને ઘટાડી ઈન્ડોનેશિયા જેવા એશિયન દેશો સાથે ગાઢ સંબંધો કેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતે વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાની સાથે મિત્રતા કરી પાકિસ્તાનના ષડયંત્રોને નબળા પાડવા પગલાં લીધા છે.
Thank you for reading this post, don't forget to subscribe!ભારતમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ ઈન્ડો-પેસિફિક દેશોના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ફિલિપાઈન્સ બાદ ઈન્ડોનેશિયા પણ આ મિસાઈલ ખરીદવા માટે આગળ આવ્યું છે. બંને દેશો વચ્ચે 45 કરોડ ડોલરની બ્રહ્મોસ મિસાઈલ ડીલ પ્રબોવો સુબિયાંતોની મુલાકાત દરમિયાન મંજૂર થવાની શક્યતા છે. આ ડીલ હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને નાબૂદ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ભારતની ઈન્ડોનેશિયા સાથેની સબંધ મજબૂતતા પાકિસ્તાનના કાશ્મીર અને લઘુમતી સાથેના વિવાદિત ષડયંત્રોને નબળા પાડશે. વડાપ્રધાન મોદીની 2018ની ઈન્ડોનેશિયા મુલાકાતે બંને દેશોના રક્ષા સહયોગ અને કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવ્યા હતા.
ભારતના 76મા ગણતંત્ર દિવસે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાંતો ચોથી વખત વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. તેમની સાથે 352 સભ્યોની માર્ચિંગ ટુકડી પણ પરેડમાં ભાગ લેશે, જે પ્રથમવાર ઈન્ડોનેશિયાની ભાગીદારી દર્શાવશે. ભારત ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં રક્ષા અને વેપાર સંબંધોને મજબૂત કરી ચીનની દખલગીરી ઘટાડવા કટિબદ્ધ છે. નિષ્ણાતોના મતે, આ દિશામાં ઈન્ડોનેશિયા સાથેના સંબંધ ચીનના જહાજોની દાદાગીરીને અટકાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.