બનાસકાંઠામાં અંબાજી ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

1 Min Read

આરોગ્ય મંત્રી‌ ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી,વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું.

Thank you for reading this post, don't forget to subscribe!

જિલ્લાના વિકાસ માટે મંત્રીના હસ્તે કલેકટર મિહિર પટેલને ૨૫ લાખનો ચેક કર્યો અર્પણ

Banaskantha News: રાજ્યના આરોગ્ય મંત્રી‌ ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી સ્થિત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે દેશના બંધારણે આપણને વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે તેમજ દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસીયત છે કે તે પ્રત્યેક નાગરિકના હક્કોનું રક્ષણ કરે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ, ડીસા- પાલનપુરના ધારાસભ્યો, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03