ગામડામાં લગ્ન કરતી છોકરીઓને જાપાન સરકાર દ્રારા 7000 ડોલર આપવામાં આવશે

7000 dollars will be given by the Japanese government to the girls who get married in the village

World: જાપાન સરકારે ગામડાઓમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. જાપાન કુંવારી છોકરીઓને પૈસા આપી રહ્યું છે, જેથી તેઓ શહેર છોડીને ગામડાઓમાં જાય. ત્યાં જઈને લગ્ન કરે.

Thank you for reading this post, don't forget to subscribe!

ગામડામાં મહિલાઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી જાપાન સરકાર કુંવારી મહિલાઓને લગ્ન માટે મોટી રકમ આપી રહી છે. જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર આવી મહિલાઓને 7000 ડોલર સુધીની રકમ આપી રહી છે. વાસ્તવમાં જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. 2020ની વસ્તી ગણતરી મુજબ અહીં 91 લાખ સિંગલ મહિલાઓ છે, જ્યારે પુરુષોની સંખ્યા 1.11 કરોડ છે. તે મુજબ મહિલાઓની સંખ્યા 20 ટકા ઓછી છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ તફાવત 30 ટકા સુધી પહોંચી ગયો છે.

સરકાર 5.87 લાખ રૂપિયા આપી રહી છે, આજકાલ છોકરીઓ અભ્યાસ પૂરો કરીને શહેરમાં જઈ રહી છે, જેના કારણે ગામડામાં મહિલાઓની સંખ્યા ઘટી છે. તેથી સરકાર તેમને પ્રોત્સાહિત કરવા માટે લગભગ 5.87 લાખ રૂપિયા આપી રહી છે. જાપાની અધિકારીઓનું કહેવું છે કે ગયા વર્ષે અહીં માત્ર 727,277 જન્મ નોંધાયા હતા અને પ્રજનન દર 1.20 હતો. દેશ કે પ્રદેશની વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી જન્મદર 2.1 હોવો જરૂરી છે. એટલે કે દરેક મહિલાએ સરેરાશ 2.1 બાળકોને જન્મ આપવો જોઈએ, આ સંતુલન જાળવી રાખે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03