CRIME: ગુજરાતમાં સરકારી નોકરી માટે હજારો યુવાનો લાઇનમાં હોય, ત્યાં કેટલાક ઠગ તત્વો લોકોને છેતરવા માટે સક્રિય બની જાય છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવક સાથે સરકારી નોકરીનું સપનું બતાવી 97,200 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. પીડિત છેલ્લા ચાર મહિનાથી પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યો છે, પણ તેની ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.
Thank you for reading this post, don't forget to subscribe!નકલી ભરતી પત્ર અને આઈડી કાર્ડ આપી 45 લોકોને બનાવ્યા ભોગ
આ ઘટના અમદાવાદમાં બની હતી, જ્યાં બોરસદના રહેવાસી નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચન નામના બે શખ્સોએ પીડિતને GSRTC માં નોકરી આપવાના બહાને રૂપિયા પડાવ્યા. સમગ્ર વ્યવહાર ઓનલાઈન કરાવવામાં આવ્યો અને પીડિતને નકલી અપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યું. વધુમાં, આશરે 45 યુવાનોને નકલી આઈકાર્ડ આપી આ જ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની આશંકા છે.
પોલીસમાં ફરિયાદ તો દૂર, બે મહિના થી મળતો નથી ન્યાય
પીડિતએ પ્રથમ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો, પણ ફરિયાદ નોંધાઈ નહીં. ત્યાર બાદ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ, છતાં કેસ નોંધવામાં આવ્યો નથી. આ મામલે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓને પણ અરજી મોકલાઈ, પણ બે મહિના વીતી ગયા હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.