Gujarat: દ્વારકાના ઓખા જેટી ખાતે આજે સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેટી પર કામ કરી રહેલી એક ક્રેન અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકો ક્રેન નીચે દબાઈ જતાં તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
દ્વારકાના કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ત્રણ લોકોના મોત થયા હતા અને તે કોસ્ટ ગાર્ડ જેટી પરનું કામ હતું જે ગુજરાત મેરીટાઇમ બોર્ડની દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું.ક્રેન તૂટવાને કારણે એક એન્જિનિયર, એક સુપરવાઈઝર અને એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના બાદ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે અને ઓખા મરીન પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે દ્વારક સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે
જેટી પર કોસ્ટગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકો ક્રેન નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગની સાથે 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ ત્રણેય શ્રમિકોને બચાવી શકાયા ન હતા. ઓખા જેટી પર કામ શરૂ હતું, તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો.
હાલ દટાયેલાં હાલ ત્રણેય શ્રમિકોના મૃતદેહને બહાર કાઢી દેવામાં આવ્યા છે. તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક શ્રમિકોના પરિવારજનોને આઘાત લાગ્યો છે. તંત્ર દ્વારા આ દુર્ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.