Crime: CID ક્રાઈમ બ્રાન્ચે વડતાલ સ્વામિનારાયણ જેવી ગૌશાળા અને મંદિર બનાવવા માટે 1.55 કરોડની ઠગાઈના આરોપ 3 સ્વામીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય અદાલતે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. થોડા મહિનાઓ પહેલા આણંદ જિલ્લાના 8 લોકો વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જયકૃષ્ણ ગુરુ શ્રીનિવાસદાસ ઉર્ફે J.K સ્વામી, સુરેશ તુલસીભાઈ ઘોરી, અને વિજયપ્રકાશદાસ ગુરુ મોહનપ્રકાશદાસજી ઉર્ફે V.P.સ્વામીની ધરપકડ કરવામાં આવી છે.
સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે આરોપીઓએ ઠગાઈ માટે પહેલેથી આયોજન કર્યું હતું. તેઓએ પોતાને વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીના શિષ્ય તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે તેઓ 500 વીઘા જમીન પર મંદિર અને ગૌશાળા બનાવવા ઈચ્છે છે. વધુમાં, આ પ્રોજેક્ટ માટે વિદેશી ફંડ આવશે અને રોકાણ કરનારા સાધુઓને મોટો લાભ મળશે તેમ કહી 8 સાધુઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. હજુ સુધી મોટું આર્થિક નુકસાન સામે આવ્યું છે અને આરોપીઓ પાસેથી વધુ રકમ કઢાવવાની શક્યતા છે. પોલીસે કઈ રીતે અને કોના દ્વારા આ ઠગાઈ યોજાઈ તે તપાસ શરૂ કરી છે.
રાજકોટના જસ્મીન માઢકે 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યું કે મંદિર માટે જમીન જોઈતી છે તેમ કહી પોણા બે લાખ રૂપિયા પડાવ્યા. CID ક્રાઈમે જણાવ્યું છે કે સુરત, નડિયાદ, આણંદ અને વિરમગામમાં પણ આ ઠગાઈ સંબંધિત અનેક કેસ નોંધાયા છે. જસ્મીન માઢકે છેતરપિંડીના ટ્રાન્ઝેક્શનના વીડીયો રેકોર્ડિંગ પણ પોલીસે રજૂ કર્યા છે. આ ગેંગે અલગ-અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપો છે. આરોપીઓએ જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને પાસેથી પૈસા મેળવ્યા હોવાની માહિતી મળી છે. CID હવે આ સમગ્ર ગેંગના નેટવર્ક, નાણાકીય વિતરણ, અને ધરપકડ વગરના આરોપીઓને શોધી રહ્યાનું કહી રહ્યું છે.