Banaskantha: હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવું પસંદ કરે છે. એવામાં ઘરોમાં ગીઝરનો વપરાશ પણ વધી ગયો છે. ત્યારે ગેસ ગીઝર વાપરનારા લોકો સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરમાં ગેસ ગીઝરથી ગૂંગળામણમાં 13 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે.
Thank you for reading this post, don't forget to subscribe!બનાસકાંઠાના પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં એક દયનીય ઘટના બની છે. 13 વર્ષની દુર્વા વ્યાસ નામની કિશોરીનું ગીઝરના ગેસના કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું છે. દિનચર્યા પ્રમાણે, તે બાથરૂમમાં નાહવા ગઈ હતી. પરંતુ, 15 મિનિટ પછી પણ તે બહાર ન આવી અને અંદરથી કોઈ અવાજ પણ ન સાંભળાતા તેના માતાને ચિંતા થઈ. તેમણે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ દીકરીએ દરવાજો ન ખોલ્યો અને અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. ચિંતિત પરિવારે બાથરૂમની બહારના ભાગે જઈને કાચની બારીમાંથી અંદર જોઈ તો કિશોરી બેભાન હાલતમાં જમીન પર પડેલી દેખાઈ. દરવાજો તોડી કિશોરીને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી. આ ઘટનાને કારણે પરિવારજનોમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે.
બાથરૂમનો દરવાજો નહીં ખુલતા કિશોરી ગૂંગળાઈ ગઈ હતી. તબીબો કાર્બન મોનોક્સાઇડને અત્યંત જીવલેણ માને છે, કારણ કે આ વાયુ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે, જેનું માણસને પત્પું ન પડે અને જીવલેણ પરિણામ ભોગવવું પડે. ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપે છે કે ગીઝર હંમેશા બાથરૂમની બહાર ફિટ કરવો જોઈએ. તેમનું માનવું છે કે બાથરૂમ બંધ રહેવાના કારણે ગૂંગળામણની શક્યતા વધે છે. ગીઝરના પોઈન્ટ પણ બાથરૂમની બહાર રાખવા જોઈએ અને સમયાંતરે ગીઝરની સર્વિસ કરાવવી જરૂરી છે.