Ahmedabad: શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસની અડફેટે આવતા એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે અમદાવાદના અનુપમ બ્રિજ ઉપર ઝડપે આવતી AMTS બસે એક ટુ-વ્હીલરને ટક્કર વાગતા ટુ-વ્હીલર પર સવાર માતા અને બાળક રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજાઓના કારણેને ઘટનાસ્થળે બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.
આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિક H ડિવિઝન પોલીસે AMTS બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. AMTS બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.