Nirbhay Marg News

રૂપાલી ગાંગુલીની માતાનો ડાન્સ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, આયશા ખાન પણ થઈ ફિદા

Mumbai: સોશિયલ મીડિયા પર હાલમાં ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીની માતા રજની ગાંગુલીનો એક ડાન્સ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ફેમસ કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર માતા સાથેનો એક ક્યુટ વીડિયો શેર કર્યો છે, જેમાં 70 વર્ષની વયે પણ રજની ગાંગુલીની એનર્જી જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ ‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘શરારત’ પર શાનદાર સ્ટેપ્સ કરતા જોવા મળે છે. તેમના ચહેરા પરના હાવભાવ અને ડાન્સ પ્રત્યેનો ઉત્સાહ જોઈને સાબિત થાય છે કે ટેલેન્ટ માટે ઉંમર માત્ર એક આંકડો છે.

આ વીડિયો વાયરલ થતાની સાથે જ મનોરંજન જગતની હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.  ફિલ્મ ધુરંધરમાં આ સોન્ગના ઓરિજનલ સ્ટાર આયશા ખાને પણ બે વાર ઇમોજીની સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે,  તો અભિનેત્રી સંધ્યા મૃદુલ અને નિમરત કૌરે પણ તેમની એનર્જીને દાદ આપી છે. સંધ્યા મૃદુલે રમૂજી અંદાજમાં કોમેન્ટ કરતા લખ્યું કે, હવે સમજાયું કે વિજય અને રૂપાલીમાં આ પ્રતિભા ક્યાંથી આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ‘અસલી શરારત તો આ છે’ જેવી કોમેન્ટ્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ

Releted Post

ghfgty
photo_2025-11-07_16-24-33