ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

10-year-old girl raped in Zhagdiya GIDC


Crime: ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર થયેલી દુષ્કર્મની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી છે. બાળકીની હાલત ગંભીર છે અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીની હાલત એ હદે નાજુક છે કે સયાજી હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ શોક્ડ છે. બાળકીના હોઠ ઉપર પણ બચકાં ભર્યાં છે, જેથી તેનો ચહેરો પણ ખરાબ થઈ ગયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

બાળકીના પિતા ઝઘડિયામાં છેલ્લા 15 વર્ષથી રહી રહ્યા છે અને 7 મહિના પહેલા પરિવારને અહીં લાવ્યા હતા. દુષ્કર્મ પીડિત બાળકી પરિવારની સૌથી મોટી દીકરી છે. માતા સાફસફાઈનું કામ કરીને પતિને સહયોગ આપે છે. હું અને મારી પત્ની નોકરી કરીએ છીએ, જેથી ગઈકાલે અમે નોકરી પર ગયાં હતાં. ગઈકાલે સાંજે મારાં 3 સંતાન ઘરમાં રમી રહ્યાં હતાં અને મારી એક દીકરી ઘરે નહોતી. આ દરમિયાન મારી પત્ની નોકરી પરથી સાંજે 6 વાગ્યે ઘરે પરત આવી અને ઘરે આવીને તેણે વાસણ ધોયા હતા. મારી દીકરી ન મળતાં તે તેને શોધવા લાગી હતી.

ઘટના સમયે માતા નોકરી પર હતી, જ્યારે 10 મીટર દૂર ઝાડીઓમાંથી બાળકીની “મમ્મી બચાવો” બૂમો સાંભળી પરિવારના લોકો દોડી ગયા હતા. આરોપીએ બાળકીના મોઢા પર પથ્થર ફેંકીને અને ચાકુ વડે હુમલો કર્યો હતો. બાળકીના હોઠ પર ઘા હોવાથી ચહેરો ખરાબ થયો છે. તેનો હાલ બાળરોગ વિભાગમાં સારવાર ચાલી રહી છે.

બાળકીના પિતા ભગવાન, ડોક્ટર, અને ન્યાયવ્યવસ્થામાં આશરો શોધી રહ્યા છે. દીકરી ન્યાય માગી રહી છે અને વારંવાર કહે છે, “પપ્પા, હું નહીં બચું.” માતા દીકરીનો ચહેરો જોવા જીદ રાખી રહી છે, પણ ડોક્ટરોની સલાહથી તેમને વડોદરા લાવવામાં આવ્યા નથી. આ ઘટનાએ સમાજને ઝઝૂમાવી દીધો છે, અને દુષ્કર્મ પીડિતના પરિવાર સાથે ન્યાયની જોરદાર માંગણી ચાલી રહી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03