ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ શક્તિશાળી પરમાણુ સબમરીન INS અરિઘાત

Submarine INS Arighat: ભારતના નૌકાદળને પાણીમાં વધુ શક્તિશાળી બનાવવા રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ન્યુક્લિયર મિસાઇલ સબમરીન INS અરિઘાતને ગુરુવારે (29 ઓગસ્ટ) સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવી છે. તમામ પરમાણુ હથિયારો સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ આવે છે. જે માત્ર પીએમઓના આદેશ પર કામ કરે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સબમરીન અરિઘાત ભારતની બીજી ન્યુક્લિયર મિસાઈલ સબમરીન છે. ભારત પાસે પહેલેથી જ INS અરિહંત છે. આ ન્યુક્લિયર મિસાઈલ સબમરીનને નેવીમાં કાર્યરત કરવામાં આવી છે પરંતુ તે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ જ કામ કરશે.

પરમાણુ સબમરીન બે પ્રકારની હોય છે. ન્યુક્લિયર એટેક સબમરીન (SSN) અને ન્યુક્લિયર મિસાઈલ સબમરીન (SSBN). ન્યુક્લિયર મિસાઇલ સબમરીન માત્ર ન્યુક્લિયર હથિયારોનું વહન કરે છે. આ સબમરીન દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી નથી. ન્યુક્લિયર એટેક સબમરીનમાં પરમાણુ હથિયારો હોતા નથી. આ સામાન્ય સબમરીનની જેમ હોય છે પરંતુ તેને ઉર્જા ન્યુક્લિયર પાવરમાંથી મળે છે. ન્યુક્લિયર સબમરીન સામાન્ય સબમરીનની તુલનામાં ઘણી શક્તિશાળી હોય છે. આ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01