65 કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાશે
Thank you for reading this post, don't forget to subscribe!WEATHER: હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, જે ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત છે, તે આગળ વધતા અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે.
જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં. રાજ્યના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના પણ મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર નહીવત પ્રમાણમાં રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજના વાવાઝોડાની અસર રહેશે નહીં પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા અંશે અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુરુવારે એકાંત સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વળી, શુક્રવારે પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ 31 ઓગસ્ટ, શનિવારે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાત વિસ્તાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે.