આજ રોજ તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું , સદર કેમ્પમાં નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી રોહિતભાઈ, જીલ્લા કક્ષાએ થી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી પીયુષદાન ગઢવી, ગ્રામીણ બેંક તરફથી શ્રી નિકુંજ શાહ,બેંક ઓફ બરોડા એફ.એલ.સી.સી.શ્રી રાહુલ મકવાણા તાલુકા લાઈવલીહુડ મેનેજર જયશ્રીબેન રાવલ તેમજ તાલુકા NRLM સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.

સદરહુ કેશ ક્રેડિટ કેમ્પમાં ૫૦ સ્વસહાય જૂથ ને રૂપિયા ૧ કરોડ ૧૨ લાખ જેટલી માતબર રકમની સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું, તથા આ બાબતે સ્વસહાય જૂથની બહેનોને આ લોનનો હેતુપૂર્વક ઉપયોગ કરી આર્થિક રીતે સધ્ધર બનવા માટેની સમજ આપવામાં આવેલ હતી.

વધુમાં બેંક ઓફ બરોડા એફ.એલ.સી.સી.શ્રી રાહુલ મકવાણા દ્વારા દઢીયાળ ગામની સ્વસહાય જૂથની બહેનોને નાણાંકીય સાક્ષરતા અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં નાણાંકીય વ્યવહાર,વીમા યોજના, પેન્શન યોજના અને બચતનું મહત્વતા અંગે ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. અને રિઝર્વ બેંકની ટેગ લાઇન જાણકાર બનીએ સતર્ક રહીએના નારા સાથે મહત્વની બાબતો સમજાવવામાં આવી.