Nirbhay Marg News

મહેસાણામાં મ્યુલ એકાઉન્ટના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ

મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકના ટાસ્ક ફોર્સના સબ ઇન્સ્પેક્ટર એમ.એન. ભોળાએ ઊંઝાના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખુલ્યું કે, મહેસાણા રાધનપુર રોડ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ઓક્ટોબર 2025માં ‘ઉમા સોલર’ના પ્રોપરાયટર રાજ મહેન્દ્રભાઇ પટેલના નામે ખાતું ખોલાયું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઓક્ટોબર 2025થી એપ્રિલ 2026 સુધી આ ખાતામાં રૂ. 12,15,213 જમા થયા અને રૂ. 9,46,557 ઉપાડવામાં આવ્યા હતા. સાયબર પોલીસના રેકોર્ડ અનુસાર, આ ખાતા વિરુદ્ધ દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ 278 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઇ છે.

બીજી ઘટના હાઇવે રોડ પર ઓ.એન.જી.સી. વર્કશોપ નજીક આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં થઈ, જ્યાં ‘વેલતોરા ટેકનોલોજીસ’ નામના સંયુક્ત ખાતાનો દુરુપયોગ સામે આવ્યો. આ ખાતું નાગલપુરમાં રહેલા નીતાબેન અને મૌનીલ મોદીના નામે ચાલતું હતું. તપાસમાં એપ્રિલ 2025થી એપ્રિલ 2026 સુધી રૂ. 3,30,307 જમા થયાં હતા અને આ ખાતા વિરુદ્ધ કુલ 312 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. બંને ખાતા સાથે મળીને દેશભરના નાગરિકો સાથે થયેલી છેતરપિંડીની કુલ 590 ફરિયાદો લિંક થઈ છે.

આરોપીઓએ નાગરિકોને વિશ્વાસમાં લઈ સાયબર ફ્રોડના નાણાં પોતાના લાભ માટે બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં. આ નાણાં ગુનાહિત હોવાનું જાણતા હોવા છતાં તેનો ઉપયોગ કર્યો હતો. મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસે રાજકોટ તથા નાગલપુરના આરોપી રાજ પટેલ, નીતાબેન મોદી અને મૌનીલ મોદી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ
photo_2025-11-07_17-01-44
પહાડો પર બરફવર્ષા, મેદાનોમાં ઠંડીનો પ્રકોપ વધ્યો
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે

Releted Post

kansa election
WhatsApp Image 2026-04-25 at 11.37
ChatGPT Image Apr 24, 2026, 04_23_42 PM
visnagar bjp
GUJARAT ATS
mahesana hotel malik
ghtf
crime
1 2 3