Nirbhay Marg News

મહેસાણા મનપા ચૂંટણી લોહિયાળ: રાજકીય વિવાદે લીધો જીવ,તાવડિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ

મહેસાણા શહેરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે લોહિયાળ બની છે. મનપાના વોર્ડ નં. 4માં રાજકીય સ્પર્ધા હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનું મોત નિપજ્યું છે અને અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને ચૂંટણી પ્રક્રિયાની શાંતિપૂર્ણતા સાથે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે.

મોડી રાત્રે ગાડી રોકી કરાયો જીવલેણ હુમલો

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા માર્ગ પર મિતેન ચૌધરી પોતાના મિત્રો સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન 4થી 5 અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકી અને પૂર્વઆયોજિત ઝપાઝપી કરી હતી. હુમલાખોરોએ છરી, લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને મિતેન અને તેમના સાથીઓ પર તૂટી પડ્યા હતા.

આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના મિત્ર ધીમંત ચૌધરીને પણ ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મોત યુવકનું મોત : પરિવાર અને સમાજમાં શોકની લાગણી

ગંભીર રીતે ઘાયલ મિતેન ચૌધરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. યુવાનના અચાનક મોતથી પરિવારજનો અને ચૌધરી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મિતેન ચૌધરીની અંતિમ યાત્રા પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી હતી જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ થી ઈજાઓ :

આ અથડામણમાં માત્ર એક પક્ષ જ નહીં પરંતુ બીજા પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી છે. કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ હુમલા દરમિયાન ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે આ બનાવે વધુ રાજકીય હલચલ મચાવી છે. ભરત ચૌધરી પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર છે.

પોલીસ એક્શન મોડમાં: CCTV અને CDR પરથી તપાસ તેજ

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ તથા LCB દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેમજ મોબાઈલ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.હુમલાખોરોને તાત્કાલિક અસરથી પકડવા માટે ટિમો બનાવવામાં આવી છે.

DySP મિલાપ પટેલના જણાવ્યા મુજબ, હુમલો પૂર્વઆયોજિત હોવાની સંભાવના છે અને આરોપીઓએ કાવતરું રચ્યું હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી તેજ બનાવવામાં આવી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત: તાવડિયા ગામમાં અંતિમ યાત્રા

આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેને તાવડિયા ગામે લાવવામાં આવ્યો હતો. સંભવિત તણાવને ધ્યાનમાં રાખીને ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસની કડક દેખરેખ હેઠળ મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. સમગ્ર ગામમાં શોક અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો.

ચૂંટણીમાં વધતો તણાવ: કાયદો-વ્યવસ્થા સામે પડકાર

આ ઘટના માત્ર એક હત્યાનો કેસ નહીં પરંતુ મહેસાણા શહેરમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન વધતા રાજકીય તણાવ અને ગૃપવાદને પણ ઉજાગર કરે છે. આ બનાવ બાદ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
photo_2025-11-07_17-12-03
2026 T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શોર્ટલિસ્ટ
photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી

Releted Post

ChatGPT Image Apr 24, 2026, 04_23_42 PM
WhatsApp Image 2026-04-23 at 1.29
visnagar bjp
GUJARAT ATS
mahesana hotel malik
bjp
ghtf
crime
1 2 3