ભારત સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એક સ્વતંત્ર કેન્દ્રિય પ્રાયોજિત યોજના તરીકે સમગ્ર દેશમાં કુદરતી ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) શરૂ કર્યું છે.
જે અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લામાં આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ ઈયાસરા ક્લસ્ટર હેઠળ યોજાયો હતો જેમાં વિસનગર તાલુકાના કુલ ૧૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ, જમીનના આરોગ્યમાં સુધારા, ઓછી ખર્ચે વધુ ઉપજ પ્રાપ્ત કરવાની તક — એવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાયોગિક તેમજ ટેક્નિકલ માહિતી સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓનો વધુ અસરકારક રીતે અમલ કરી શકે.