નગરપાલિકા ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી વિકાસ રાતડાએ આપી માહિતી
જાગૃત નાગરિક ભરતભાઈ એકાઉન્ટટ દ્વારા ધારદાર રજૂઆતો કરી, જી.યુ.ડી.સી ને આડેહાથ લીધી
એક પખવાડિયા પહેલા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિસનગર શહેરની વિવિધ સમશ્યાઓનાં નિવારણ માટે વિસનગરના અગ્રણીઓ, હોદ્દેદારો અને અધિકારીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મહત્વનો ટ્રાફિકનો મુદ્દો ચગ્યો હતો. ત્યારબાદ એક સંકલન સમિતિ બનાવી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે વિસનગર શહેર ના પ્રશ્નો અંગે મિટિંગ કરવા સૂચવવામાં આવું હતું.

જેના અનુસંધાને આજે નગરપાલિકાના હોલ ખાતે સંકલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, ડી.વાય.એસ.પી દિનેશસિંહ ચૌહાણ , મામલતદાર તથા અધિકારીઓ હાજર હતા. જેમાં વિસનગરના જાગૃત નાગરિક ભરતભાઈ પટેલ અને મનીષભાઈ ગલિયાએ ટ્રાફિક નિવારણ અને જી.યુ.ડી.સી ની ધીમી કામગીરી બાબતે ધારદાર રજુઆત કરી હતી..

પ્રાંત અધિકારી વિકાસ રાતડા દ્વારા ટ્રાફિક નિયત્રંણ માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને સૌ કોઈએ વધાવીને કામગીરીને બિરદાવી હતી. વિસનગરમાં ગાડીઓના પાર્કિંગ માટે આવનારા એકાદ વીકમાં સિવિલ હોસ્પિટલ અને તાલુકા પંચાયત ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવશે. તથા શાકભાજીની લારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.. આદર્શ હાઈસ્કૂલ સામે આવેલી નગરપાલિકાની જગ્યામાં ખાણી પીણી માટે ફૂડ કોર્નર પણ તૈયાર કરવામાં આવશે જેથી સીટી અંદરનો ટ્રાફિક હળવો કરી શકાય..