Visnagar: વિસનગર ખાતે રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સામાજિક સેવાના ભાવથી “રોટરી અક્ષયરથ” પ્રોજેક્ટનો ઊર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઊર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે “રોટરી અક્ષયરથ”ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગો, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમોમાં ભોજન વધતું હોય છે, તે વધેલો સ્વચ્છ ખોરાક એકત્ર કરી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સન્માનપૂર્વક પહોંચાડવો – આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. અન્નદાન મહાદાનના ભાવથી શરૂ થતો આ પ્રોજેક્ટ જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બનશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ઉત્તમભાઈ પટેલ, અગ્રણીશ્રી નિગમભાઈ ચૌધરી તેમજ રોટરી ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.