Nirbhay Marg News

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાંથી બાંગ્લાદેશી પાંચ મહિલાઓને ઝડપી લેતી ભાવનગર S.O.G.

ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે દેશમાં ધુસણખોરી કરી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બનાતા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે પોલીસ અધિક્ષક સા. નાઓએ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર પી.સી.શિંગરખીયા નાઓને હ્યુમન રીસોર્સીસ અને ટેકનીકલ એનાલીસીસના આધારે આવા ઇસમોને શોધવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

જે આધારે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.સી.શિંગરખીયા નાઓએ એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમ દ્રારા સ્ટ્રેટેજીક પ્લાન બનાવી અલગ-અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરતા એસ.ઓ.જી.ની ટીમના એ.એસ.આઇ. મહાવીરસિંહ ગોહિલ બલવીરસિંહ જાડેજા તથા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ યોગીનભાઇ ધાંધલ્યા તથા પો.કોન્સ. કાનજીભાઇ નકુમ વુ.પો.કોન્સ. નિલમબેન વિરડીયા હરપાલસિંહ ગોહિલ દિલીપકુમાર બારૈયા નિકુંજભાઇ બારૈયા તથા મિતેષભાઈ ઢાપા ડ્રા.સુરેન્દ્રસિંહ ગોહિલ દ્રારા બોરતળાવ વિસ્તારમાં શંકાસ્પદ પાંચ મહિલાઓ શોધી કાઢવામા આવેલ જેની પાસેથી વિવિધ બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવેલ તેમજ વિઝા પાસપોર્ટ સંબધિત પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે પોતાની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા નહિ હોવાનુ અને પોતે બાંગ્લાદેશી નાગરીક છે અને પોતે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં આવેલ હોવાનુ જણાવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે. જે તમામની વિગત નીચે મુજબ છે.

બાંગ્લાદેશી મહિલાઓની વિગત

(૧) પાખી ખાનમ વા ઓફ નાયોન મુલ્લા ડો.ઓફ ઔલાદ હુસેન મ.ઓફ મોરિયમ બેગમ જાતી-મુસ્લીમ ઉ.વ.૨૨ રહે મુળ કાજીર બલબ્દિ તા.સલથા ભાઉશ ખલી જીલ્લો ફરીદપુર પોલીસ સ્ટેશન સલથા પિન ૮૧૪૦ દેશ બાંગ્લાદેશ

(૨) રીમા અખ્તર ઉર્ફે લીલી વા ઓફ જીવોન સરધર ડો.ઓફ ઔલાદ હુસેન મ.ઓફ મોરિયમ બેગમ જાતી મુસ્લીમ ઉ.વ.૩૫ રહે મુળ કાજીર બલબ્દિ તા.સલથા ભાઉશ ખલી જીલ્લો-ફરીદપુર પોલીસ સ્ટેશન સલથા પિન ૮૧૪૦ દેશ બાંગ્લાદેશ

(૩) લાખી બેગમ વા ઓફ માસુમ મુલ્લા ડો.ઓફ આબ્દુલ કુદુશેખ મ.ઓફ રીનુ બેગમ જાતી મુસ્લીમ ઉ.વ.૩૫ રહે મુળ વલોબ્ધિ તા.સલથા જીલ્લો-ફરીદપુર પોલીસ સ્ટેશન સલથા પિન ૮૧૪૦ દેશ બાંગ્લાદેશ

(૪) સુબરના બેગમ ઉર્ફે સુબોના દાસ વા ઓફ મોહબ્બત બિસ્વાસ ડો.ઓફ અનવર મોલ્લા મ.ઓફ જહારાના બેગમ જાતી-મુસ્લીમ ઉ.વ.૩૯ રહે મુળ પસકોનીયા તા.કાલીયા જીલ્લો-નડાઈલ પોલીસ સ્ટેશન કાલીયા પિન-૭૫૨૦ દેશ-બાંગ્લાદેશ

(૫) લેબીના ખાનમ ઉર્ફે મીમ મોબારક ઉર્ફે લેબીના મુલ્લા વા ઓફ.ખોસરૂમુલ્લા ડો.ઓફ.અલ્તાફમીને મ.ઓફ. પારૂલબેગમ ભાઈ. આકાશમીના જાતી-મુસ્લીમ ઉ.વ.૩૩ રહે મુળ નરેલ તા.મિર્ઝાપુર જીલ્લો-કાલીયા પોલીસ સ્ટેશન નરૈલ પિન-૭૫૦૦ દેશ-બાંગ્લાદેશ

રિપોર્ટર: ફિરોજ મલેક ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India News

bjp
મુરૈના: નશામાં ધૂત ભાજપના નેતાએ 5 લોકો પર કાર ચડાવી, આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર
5G
ISROની કમાલ: હવે ટાવર વગર મોબાઈલમાં ચાલશે 5G ઇન્ટરનેટ!
PLAN
એર ઈન્ડિયાનું એન્જિન ફેઈલ; દિલ્હીમાં વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ
Bihar-Election-2025-Date
બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ: NDAને બહુમતી મળવાનો મજબૂત અંદાજ
delhi blast
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ: 8નાં મોત, 24 ઘાયલ

World News

photo_2025-11-07_16-20-32
કલમાગી વાવાઝોડાએ ફિલિપિન્સમાં તબાહી મચાવી
Mexico
મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
photo_2025-11-07_16-55-38
દિલ્હી એરપોર્ટના ATC સિસ્ટમમાં ખામી, 300થી વધુ ફ્લાઇટ્સ ડીલે
photo_2025-11-07_16-17-12
અમેરિકાએ ન્યૂક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું
Trump
ગ્રીનલેન્ડ કબજાની જીદ પર અડગ ટ્રમ્પ

Releted Post

ChatGPT Image Apr 24, 2026, 04_23_42 PM
bhavnagar 5
crime
visnagar kamana chokdi
bhavnagar father son
bhavnagar mara mari
photo_2025-11-07_16-45-14