હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં આવેલી નૂરી મસ્જિદમાં રૂ.20,000 થી 22,000ની ચોરી ગત તા. 31 ને શુક્રવાર ના રોજ થઈ હતી, રેકોર્ડિંગની ચાર દિવસ પહેલાંના રોજ થઈ હતી, પરંતુ ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના અંગે શિરાજભાઈ વારૈયાના જણાવ્યા મુજબ ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. પોલીસને અમે આ સીસીટીવી કેમેરામાં બધુંય કેદ જ છે. એ ભાઈ આવી ગયા એ બધું લઈ જાય છે. સદકા પેટી લઈ ગયા શર્ટમાં સંતાડીને, તે એ બધુંય દેખાય જ છે સીસીટીવીમાં ક્લિયર.” આમ,પોલીસ પાસે ચોરી કરનાર વ્યક્તિનો સ્પષ્ટ વિડિયોગ્રાફિક પુરાવો હોવા છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. પોલીસ કાર્યવાહી સામે આકરા સવાલ
શિરાજભાઈએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજ ચાર દિવસ થઈ ગયા છે. હજી કોઈ જાતનું પોલીસનું એક્શન લેવામાં આવ્યું નથી.”
આવી નાની ચોરીની અવગણના “કેમ કોઈ પોલીસ એક્શન નથી લેતું? આ તો નાની ચોરી હતી 20-22 હજારની, કાલ લાખો રૂપિયાની ચોરી હોય તો શું મસ્જિદમાંથી લઈ જવાનું ગમે તે વસ્તુ?” તેમણે ચેતવણી આપી કે જો નાની ચોરીમાં કાર્યવાહી નહીં થાય તો મોટી ઘટનાઓનું જોખમ વધી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પોલીસે માત્ર અરજી લખી હતી,સ્થાનિકોએ પોલીસને તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડી પાડવા અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે માંગ કરી છે.