આપ ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ કેંદ્રિય મંત્રી સીઆર પાટીલ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે પાટીલ પોતે ઈતિહાસ વાંચી લે આમ આદમી પાટી પોતાની પ્ર્થમ ચૂંટણીમાં જ 5 સીટ જીતીને આવી છે અને આગળ પણ જીતીને રહીશું .
ઈસુદાને કહ્યું કે ભાજપને પ્રથમ સીટ જીતતા વર્ષો લાગ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીને એટલો સમય નથી લાગ્યો. પાટીલ દ્વારા નિવેદન અપાયું હતું કે ગુજરાતમાં એક પાર્ટી દિલ્હીથી લડવા આવી હતી પણ એની ખરાબ હાર થઈ છે જે મામલે હવે આરોપ લાગી રહ્યા છે

 
 



 
 