ગુજરાતમાં 6 નવી DEO કચેરીઓ મંજૂર: વહીવટી કાર્યબોજ ઘટાડવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
| અમદાવાદ શહેર | પૂર્વ અને પશ્ચિમ | શહેર પૂર્વ, શહેર પશ્ચિમ | પૂર્વ: 1242, પશ્ચિમ: 650 |
| રાજકોટ | શહેર અને ગ્રામ્ય | શહેર, ગ્રામ્ય | શહેર: 961, ગ્રામ્ય: 590 |
| વડોદરા | શહેર અને ગ્રામ્ય | શહેર, ગ્રામ્ય | શહેર: 720, ગ્રામ્ય: 298 |
| ગાંધીનગર | શહેર અને ગ્રામ્ય | શહેર, ગ્રામ્ય | શહેર: 174, ગ્રામ્ય: 271 |
| સુરત | શહેર અને ગ્રામ્ય/પૂર્વ-પશ્ચિમ | શહેર/પશ્ચિમ, ગ્રામ્ય/પૂર્વ | શહેર: 1401, ગ્રામ્ય: 378 |
| કચ્છ | પૂર્વ અને પશ્ચિમ | અંજાર (પૂર્વ), કચ્છ-ભુજ (પશ્ચિમ) | પૂર્વ: 258, પશ્ચિમ: 329 |

નિર્ણય લેવાનું કારણ: વધતું કામનું ભારણ:
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. મોટા શહેરો અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓની સંખ્યા વધવાથી વર્તમાન DEO કચેરીઓ પર કામનું ભારણ ખૂબ વધી ગયું હતું, જેના કારણે ઘણી ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. શાળા સંચાલક મંડળો દ્વારા વારંવાર થયેલી રજૂઆતોને પગલે શિક્ષણ વિભાગે આ વહીવટી સુધારો લાગુ કર્યો છે.
વિગતવાર કચેરી વિભાજન અને બેઠક વ્યવસ્થા :
કચ્છ જિલ્લા: સૌથી મોટો જિલ્લો હોવાથી તેની એક કચેરીનું અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરી એમ બે ભાગમાં વિભાજન કરાયું છે.
અમદાવાદ શહેર: શહેર કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચી દેવાઈ છે. અમદાવાદ શહેર પૂર્વ DEO કચેરીને વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનના બી બ્લોકમાં વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવશે.
વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ: આ મહાનગર જિલ્લાઓમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારનું સંચાલન અલગ કરવા માટે શહેર અને ગ્રામ્ય એમ બે કચેરીઓ બનાવવામાં આવી છે.
વડોદરા ગ્રામ્ય DEO કચેરીને કારેલીબાગ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) માં વૈકલ્પિક બેઠક વ્યવસ્થા મળશે.
સુરતની નવી DEO કચેરીને અઠવાલાઈન્સમાં આવેલા જિલ્લા સેવા સદન-2ના એ બ્લૉકના ત્રીજા માળે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે.
આ વિભાજનથી શાળાઓના સંચાલકોને વહીવટી કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે અને કામગીરી ઝડપી બનશે. નવી કચેરીઓ માટેનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.